________________
રહેવાની નેતાઓની વૃત્તિ, ગરીબ દેશને માથે ચડી બેઠેલ અતિ વૈભવી રાજ્યતંત્ર - આ બધી બાબતોનું તેમાં દાખલા-દલીલો સાથે, વિસ્તારપૂર્વક, ઝીણવટભર્યું, વાસ્તવિક આલેખન સ્પષ્ટરૂપમાં, તટસ્થ ભાવે, નિર્ભીકતાપૂર્વક થયું છે. દેશના રાજકીય ક્ષેત્રનું સાચું બહુરંગી ચિત્ર તેમાં જોવા મળે છે.
સાંપ્રત સમાજની આ બધી સમસ્યાઓનું નિરૂપણ કરતા લેખો, લેખકના અન્ય વિષયના લેખોની જેમ, અર્થ-ભાવથી સભર, તથ્ય-સત્યથી યુક્ત, યથાર્થદર્શી, જનહિતલક્ષી, વિચારપ્રેરક છે. તેમની રજૂઆત સીધી, સાદી, સરળ, પ્રાસાદિક શિષ્ટ ભાષા-શૈલીમાં થઈ છે. તત્સમ, તદ્દભવ, તળપદા સમુચિત શબ્દ, વિષય-સમર્થક કહેવતો રૂઢિપ્રયોગો લોકોકિતઓ, વૈવિધ્ય દાખવતા વાક્યપ્રયોગોથી યુક્ત નિરૂપણ આસ્વાદ્ય અને આકર્ષક બન્યું છે. તે તટસ્થ, નિષ્પક્ષ, વસ્તુલક્ષી છે. તે સહજ અને સ્વાભાવિક લાગે છે. તેમાં ક્યાંય આયાસ, કૃતકતા, કર્કશતા, કિલષ્ટતા કળાતી નથી. ટીકા-ટિપ્પણ પણ કઠોરતા અને કટુતા વિના, કોમળતા અને મધુરતાપૂર્વક, થયાં છે. લેખકીય નિરીક્ષણ, અનુભવ, શ્રવણ, વાચન, ચિંતન-મનનનો તેમાં ઉપકારક યોગ થયો છે. તમામ લેખોમાં નિરૂપિત વિષયની ચર્ચા સમર્થક દૃષ્ટાંત - અવતરણ - તર્કબદ્ધ દલીલયુક્ત હોવાથી તે સુગ્રાહ્ય બની રહે છે. દૃષ્ટાંત - અવતરણ લોકમાન્ય ધર્મગ્રંથો, મહાન ધર્મપુરુષો, વિદ્વાનો, સમાજસેવીઓ, પ્રચલિત લોકોક્તિઓમાંથી લેવાયાં-ટંકાયાં હોવાથી વિશ્વસનીય લાગે છે. લોકહિતલક્ષી થોડોક પ્રત્યક્ષ પણ ઘણો પરોક્ષ બોધ-ઉપદેશ તેમાં અપાયો છે, પરંતુ ભારેખમતા અને શુષ્કતાથી તે સર્વથા મુક્ત રહ્યો છે. કોઈ આત્મીય પ્રેમાળ મિત્રની અંતરંગ વાતો જેવી તેમાં હળવાશ અને હિતલક્ષિતા છે, અને તેથી તે સાંભળવો ગમે તેવો છે, કેમ કે આ બધા લેખો મનભર થવાની સાથે મનહર પણ બન્યા છે. મને તેથી તે વાંચવા ગમ્યા છે. આશા છે કે વાચકોને પણ આનંદ અને અવબોધ ઉભય યુગપદ આપતા આ લેખો વાંચવા જરૂર ગમશે. શેખડી
તા. ૬-૪-૨૦૦૬ : રામનવમી : ગુરુવાર તા., પો. પેટલાદ-૩૮૮૪પ૦ ચૈત્ર સુદ-૯, વિ. સં. ૨૦૧૨ જિ. આણંદ (ગુજરાત)
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org