________________
જોખમે પડાપડી કરતાં હોય. રોજેરોજ એકઠા કરેલા ધાતુના ટુકડા પછી ભંગારવાળાને તેઓ વેચીને ગુજરાન ચલાવતા હોય છે. કોલસાથી ચાલતા રેલવેના એન્જિનોમાંથી પડેલી કોલસાની ભૂકી કે રાખ વીણનારા પણ કેટલા બધા હોય છે! ઢોરોનું છાણ વીણી છાણાં થાપનારાં માણસો હજુ પણ વસે છે.
- જૂના વખતમાં ધૂળધોયાનો ધંધો કરનારા માણસો ઘણા ગામોમાં રહેતા. આજે પણ એવો વ્યવસાય કરનારા ક્યાંક ક્યાંક હોય છે. તેઓ
જ્યાં સોના-ચાદીનું કે મોતી-ઝવેરાતનું કામ થતું હોય એ રસ્તા પરથી ધૂળ તગારામાં એકઠી કરી લે છે અને પછી તળાવ કે નદીકિનારે જઈ એમાં પાણી નાખી ધીમે ધીમે નીતારતા જાય છે. ધૂળ બધી ધોવાઈ જાય અને કાંકરા અને બીજી નક્કર વસ્તુ રહે તેમાંથી જે કંઈ મળે તે વેચીને આજીવિકા ચલાવે. ઘણી વાર તો દિવસો સુધી કશું જ ન મળે. મહેનત માથે પડે. કોઈની કોઈ કિંમતની ચીજવસ્તુ ખોવાઈ ગઈ હોય ને ધૂળધોયાને પહેલેથી કહી રાખ્યું હોય તો તેઓ પ્રમાણિક એવા કે તે વસ્તુ મળે તો એના માલિકને આપી દે. પછી તે માલિક રાજીખુશીથી જે બક્ષિસ આપે તે સ્વીકારી લે. (અમે અમારા કિશોરકાળમાં કેટલાંયે ગામોમાં આવા ધૂળધોયા જોયા છે.) ધૂળધોયાનો વ્યવસાય હવે લુપ્તપ્રાયઃ થઈ ગયો છે. કેટલાંક કુટુંબોની અટકમાં તે શબ્દ રહ્યો છે અને બહુ મહેનતે અત્યંત અલ્પ ફળ આપનારા કામના અર્થમાં રૂઢિપ્રયોગમાં તે રહ્યો છે. ધૂળધોયા કરતાં કચરો વીણનારાઓનો વ્યવસાય ચડિયાતો છે, કારણ કે સાંજ સુધીમાં પેટ પૂરતી થોડીક રોજગારી તો અવશ્ય મળે છે.
માણસને કચરો વિણવાનો વ્યવસાય કેમ ગમતો હશે ? ગરીબ, અભણ, બેકાર, લાચાર, નિરાધાર માણસ તરત શરૂ કરી શકે એવું આ કામ છે. વળી તેનું કારણ એ છે કે આ એક એવો ધંધો છે કે જેમાં બીજી કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. તેમાં મૂડીરોકાણ નથી. તેમાં કોઈની લાગવગ કે ભલામણની જરૂર નથી. તે સ્વેચ્છાએ ગમે ત્યારે, ગમે તે સ્થળેથી ચાલુ કરી શકાય છે. એમાં કામના નિશ્ચિત કલાકો નથી કે કોઈ હાજરીપત્રક નથી. તેમાં રજા લેવા માટે કોઈ નિયમ કે બંધન નથી. તેમાં સ્ટોક રાખવાનો કે બગડવાનો, સડવાનો કે ચોરાઈ જવાનો ભય નથી. તેમાં રોજેરોજની કમાણી રોકડી મળી જાય છે. તેમાં પોતે જ શેઠ અને પોતે જ નોકર જેવી સ્થિતિ હોય છે. ધનાઢ્ય દેશોમાં કેટકેટલી સારી વસ્તુઓ કચરામાં નાખી દેવામાં આવે
૨૯૬ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org