________________
છે; તે વખતે તેને પાણી મળે તો ઊભરો શાન્ત થઈ જાય છે.
દૂધમાં પાણી મેળવવાની લુચ્ચાઈ તો અનાદિ કાળથી ચાલતી આવે છે. દૂધ માટે શુદ્ધતામાપક સાધનો પ્રચારમાં આવ્યા પછી ભેળસેળનું પ્રમાણ ઘટ્યું છે, તો પણ જ્યાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધુ હોય ત્યાં દૂધમાં ભેળસેળ કરવાના કિસ્સા બનતા જ રહેવાના.
દૂધમાં તરત બગડી જવાનું લક્ષણ રહેલું છે. દૂધમાંથી દહીં બનાવવામાં આવ્યું હોય તો તે પણ વધુ વખત રહે તો તીવ્ર દુર્ગધ ફેલાવે છે. માખણ પણ તરત બગડવા લાગે છે. આથી ભારત જેવા ઉષ્ણ દેશોમાં પ્રાચીન સમયમાં દૂધમાંથી દહીં, માખણ અને છેવટે ઘી બનાવવાની પ્રક્રિયા પ્રચલિત થઈને આજ પર્યત ચાલુ છે. ઘી લાંબા સમય સુધી બગડતું નથી. યુરોપના ઠંડા દેશોમાં દૂધ, દહીં, માખણ જલદી બગડતાં નથી. એટલે ત્યાં માખણ ખાવાનો અને લાંબા સમય સુધી બગડે નહિ એવી પનીર (ચીઝ) બનાવવાનો રિવાજ પ્રચલિત થયો. હવે તો દુનિયામાં બધે જ રેફ્રિજરેટરો આવ્યાં એટલે દૂધ અને એની બનાવટો બગડવાનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું.
કેટલાક સમય પહેલાં જાપાનના એક વિસ્તારમાં દસ હજારથી વધુ માણસોને અચાનક ઝાડાઊલટી થયાં હતાં. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એક ડેરીના દૂધને કારણે આ ઘટના બની હતી. ડેરીએ કબૂલ કરી લીધું હતું કે વધેલું જૂનું વાસી દૂધ નવા દૂધમાં ભેળવ્યું હતું માટે આમ થયું છે. ડેરીએ પોતાનું નહિ વેચાયેલું દૂધ પાછું ખેંચી લીધું હતું.
ભારતમાં વખતોવખત લગ્નપ્રસંગે દૂધની વાનગી કે કોઈ ઉત્સવ વખતે પ્રસાદીનાં પેંડા ખાધા પછી કેટલાયે લોકોને ખોરાકીનું ઝેર (Food Poisoning) ચડી ગયું હોય અથવા ઝાડા ઊલટી થઈ ગયાં હોય એવી ઘટનાઓ બને છે. દૂધ ઊકળતું હોય તે વખતે તેમાં ગરોળી કે કોઈ જીવડું પડ્યું હોય અને દૂધ બગડી ગયાની ખબર ન પડી હોય ત્યારે આવું બને છે. ક્યારેક દૂધની વાનગી વાસી થઈ ગઈ હોય અને અંદર ફૂગ વળી ગઈ હોય ત્યારે પણ આવું બને છે.
સમૃદ્ધ દેશોમાં, સુખી ઘરનાં બાળકોમાં સાદું દૂધ પીવાનો અભાવ વધતો જાય છે. કેટલાંયે બાળકોને મલાઈવાળું દૂધ ભાવતું નથી. ચોકલેટ અને સોડાવાળાં પીણાંઓના સ્વાદની ટેવથી બાળકોમાં તાજું સાદું દૂધ પીવાનો અભાવ વધતો જાય છે. એથી અમેરિકામાં એક મહિલાએ Milk Moustacheની ઝુંબેશ ચાલુ કરી છે. દૂધ પીતાં પીતાં બાળકના ઉપલા હોઠ ઉપર દૂધ ચોંટી જાય અને તે સફેદ મૂછ જેવું લાગે તો એને બાળકોની
દુગ્ધામૃત - ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org