________________
ફૅશન તરીકે ગણાવી, એવી દૂધાળી મૂછના ફોટા પડાવવાની પ્રવૃત્તિનો પ્રચાર વધતો ચાલ્યો છે કે જેથી બાળકોમાં દૂધ પીવાનો ઉત્સાહ વધવા લાગે અને બાળકોનું આરોગ્ય સારું રહે.
પ્રાણીઓમાં દૂધ જેને સૌથી વધુ પ્રિય હોય એવા પ્રાણી તરીકે બિલાડીને ઓળખાવવામાં આવે છે. એને ઘણે દૂરથી દૂધની ગંધ આવે છે. રાત્રે અંધારામાં પણ તે જોઈ શકે છે અને દૂધના વાસણ સુધી પહોંચી જાય છે. એટલે તો ગામડાંઓમાં શીકાંની પ્રથા હતી કે જેથી બિલાડી કૂદીને પણ ત્યાં પહોંચી શકે નહિ. ચાંદની રાતે દૂધ અને પૌઆ ભેળવીને ચાંદનીમાં ઠરવા મૂક્યાં હોય તો બિલાડીથી સાચવવું પડતું. કવિઓએ તો કલ્પના કરી છે કે પૂર્ણિમાના ચંદ્રની રેલાતી ચાંદની એવી સરસ શ્વેત અને શીતળ હોય છે કે બિલાડીને તે દૂધ હોવાને ભ્રમ થાય છે અને ચાંદનીને ચાટવા લાગે છે.
ફક્ત પશ્ચિમના વેગન (Vegan) લોકો જ દૂધનો આહાર નથી લેતા એવું નથી. કેટલાયે જૈનો, વિશેષતઃ કેટલાક જૈન સાધુ-સાધ્વીઓ જીવનપર્યંત દૂધ કે એમાંથી બનેલી વાનગીઓ નથી લેતા. પરંતુ વેગન લોકોની દૃષ્ટિ જુદી છે અને જૈનોની દૃષ્ટિ જુદી છે. જૈનો સંયમની દૃષ્ટિએ દૂધને વિચારે છે.
જેઓ બ્રહ્મચર્યવ્રતનું મન, વચન, કાયાથી સારી રીતે પાલન કરવા ઇચ્છે છે તેઓએ દૂધ અને દૂધની મીઠાઈ ન લેવાં જોઈએ અથવા અલ્પ પ્રમાણમાં લેવાં જોઈએ. તેઓ કઢેલું શર્કરાયુક્ત દૂધ અથવા દૂધની મીઠાઈ વધુ પ્રમાણમાં સાંજે લે તો સ્વપ્નદોષ થવાનો સંભવ રહે છે.
જૈન ધર્મ પ્રમાણે ‘દૂધ’ અને એમાંથી બનતાં દહીં, છાશ, માખણ અને ઘીનો સમાવેશ ‘વિગઈ’માં થાય છે. ઘી, તેલ, ગોળ, ખાંડ પણ વિગઈમાં ગણાય છે. પ્રાકૃત ‘વિગઈ’ શબ્દ વિકૃતિ ઉ૫૨થી આવ્યો છે. દૂધ, ઘી, ગોળ, સાકર વગેરે પદાર્થો સ્નિગ્ધ અને પુષ્ટિકર મનાય છે. એ શક્તિવર્ધક છે, પરંતુ તેઓ બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન કરવા ઇચ્છતા હોય તેઓએ વિકૃતિ કરનાર આ વિગઈનો ત્યાગ કરવો જોઈએ અથવા અત્યંત અલ્પ પ્રમાણમાં તે લેવાં જોઈએ. જૈનોમાં આયંબિલનું વ્રત, તપ કરાય છે. આયંબિલ કરનાર વિગઈનો ઉપયોગ કરી ન શકે. એણે લુખ્ખો આહાર લેવો જોઈએ. કેટલાંક જૈન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસમાં અથવા કેટલાક તો જીવનપર્યંત એક-બે અથવા બધી વિગઈના ત્યાગના પચ્ચખાણ લે છે. કેટલાક સાધુ-સાધ્વીઓ તો સ્વાદેન્દ્રિય ઉત્તેજે એવા ખાટા અને તીખા રસના
૫૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org