________________
પોણા ભાગની વસ્તીને આ દિનની ઉજવણીની ખબર જ પડતી નથી. તો પણ આ દિશામાં ઘણી જાગૃતિ આવતી જાય છે અને તમાકુના વપરાશને અટકાવવા જાહેર ખબરો, વ્યાખ્યાનો, પરિસંવાદો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં આવતી જાય છે એ સારી નિશાની છે.
આ સિગરેટ-તમાકુ આવ્યાં ક્યાંથી ?
વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભગવદ્ગીતા, ભાગવત, કાલિદાસનાં નાટકો, જૈન આગમો, બૌદ્ધ ત્રિપિટકો, ગ્રીક નાટકો વગેરેમાં તમાકુનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી.
તમાકુ - Tobacco આવ્યું દક્ષિણ અમેરિકામાંથી, કેરિબિયન સમુદ્રના ટાપુઓમાંથી.
ઈ. સ. ૧૪૯૨માં કોલંબસે અમેરિકાનો ખંડ શોધ્યો. તે વખતે કેરિબિયન સમુદ્રના હાઈટી, ક્યુબા વગેરે ટાપુઓ ઉપર ત્યાંના આદિવાસીઓને કેટલાક છોડનાં પાન ચાવતાં, તેનો ભૂકો સૂંઘતાં કે તેની ભૂંગળી બનાવી ધુમાડો મોઢામાંથી કાઢતાં જોયા. એથી તેઓનો થાક ઊતરી જતો હતો, શરીરમાં સ્ફૂર્તિ લાગતી હતી, મન તાજું થઈ જતું જણાતું. આથી કોલંબસને આવો સરસ છોડ યુરોપમાં લઈ આવવાનું મન થયું. બીજી વારની અમેરિકાની સફર દરમિયાન કોલંબસના સાથીદાર ફ્રાયર રોમાનો પાનેએ એ છોડનાં બી સાચવીને સ્પેન લઈ આવવાની વ્યવસ્થા કરી. પછી તો સ્પેન, પોર્ટુગલના ખલાસીઓ તમાકુની સાથે કોકા (કોકેઈન) પણ યુરોપમાં લઈ આવ્યા. સોળમા સૈકામાં તો સમગ્ર યુરોપને તમાકુનો નાદ લાગ્યો. દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ તમાકુનો ઉપયોગ દવા તરીકે કરતા તથા નશો કરવાનો પોતાનો શૉખ સંતોષવા માટે કરતા. એમના જીવનમાં તમાકુનું સ્થાન એક દૈવી ઔષધિ જેવું હતું. એટલે લગ્નપ્રસંગ કે અન્ય ધાર્મિક પ્રસંગોએ તમાકુનાં મોટાં પાનનો વિવિધ રીતે તેઓ ઉપયોગ કરતા. તેઓ તમાકુનો ધુમાડો એક નળી વાટે નાક દ્વારા લેતા. એ નળીને તેઓ ‘ટબાકો’ કહેતા. તમાકુ માટે તેઓમાં બીજો જ કોઈ શબ્દ વપરાતો હતો. પણ સ્પેનિયાર્ડ લોકોને એનો ઉચ્ચાર અઘરો લાગતો હતો, પરંતુ તેઓને ‘ટબાકો’ શબ્દનો ઉપયોગ ફાવી ગયો. એટલે તેઓ તમાકુને માટે ‘ટોબેકો’ (નળી) શબ્દ વાપરવા લાગ્યા. પછી તો તમાકુ માટેનો મૂળ આદિવાસી શબ્દ પણ લુપ્ત થઈ ગયો.
સ્પેન અને પોર્ટુગલમાં તમાકુનો પ્રચાર વધતો ગયો એટલે આવી નવી અકસીર વસ્તુ માટેની ઉત્સુકતા યુરોપના બીજા દેશોમાં વધી ગઈ. ૨૧૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org