________________
આમ, દવાઓના ક્ષેત્રે વિવિધ પ્રકારની ગેરરીતિઓ પ્રવર્તે છે. તબીબોમાં પ્રવર્તતી ગેરરીતિઓની તો વાત જ જુદી. આરોગ્યના પ્રશ્નો સનાતન પ્રશ્નો છે અને સનાતન રહેવાના. મનુષ્યના શરીરને સ્વસ્થ અને નિરામય રાખવા માટે કુદરતમાં જ તત્ત્વો પડેલાં છે. એ શોધીને એના ઉપચારો કરવાના પ્રયાસો માનવજાત આદિકાળથી કરતી આવી છે. કેટકેટલાં દર્દોમાં વધુ ત્વરિત, અસરકારક ઉપચારો શોધાતા ગયા છે. આધુનિક સમયમાં આંતરરાષ્ટ્રીય ધોરણે પોતાના જ્ઞાનવિજ્ઞાનનો લાભ ઘણા દેશોને પરસ્પર મળતો રહ્યો છે. એથી પ્રતિવર્ષ સેંકડો નવી દવાઓ પ્રચલિત બનવા લાગી છે. આથી દવાના ઉત્પાદન અને વેપારનું ક્ષેત્ર દુનિયાભરમાં ઘણુંબધું વિકસ્યું છે. પરંતુ જ્યાં વેપાર આવે ત્યાં ગેરરીતિઓ આવ્યા વગર રહે નહિ. પરંતુ તેમાં જ્યારે બીજાના પ્રાણ લેવા સુધીની નિર્દયતા કે અધમતા પ્રવેશે ત્યારે તે વધુ શોચનીય બની રહે છે. એના નિવારણમાં કાયદાની સાથે પ્રખર લોકમત પણ સારું કાર્ય કરી શકે.
(અભિચિંતના)
દવાઓમાં ગેરરીતિઓ - ૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org