________________
વ્યક્તિ સત્તાસ્થાને આવે અને અમુક વ્યક્તિ તો ન જ આવે એ માટે સતત દાવપેચ કર્યા છે. નિ:સંતાન સિદ્ધરાજે પોતાની ગાદીએ કુમારપાળને આવતાં અટકાવવા માટે અને તેમને મરાવી નાખવા માટે ઓછા પ્રયત્નો કર્યા નહોતા.
રાજદ્વારી સત્તાસ્થાન માટે કેટલીક સમસ્યાઓ કાળ ઊભી કરે છે. યુવાન રાજાને પોતાનો રાજકુમાર અત્યંત વહાલો લાગે છે. તેને રાજ ચલાવવાની તાલીમ આપવા માટે કશી ખામી રખાતી નથી. યુવરાજ પણ પોતાના પિતાને બહુ ચાહે છે. રાજ ચલાવવાની એમની આવડતનો તે ભારે પ્રશંસક રહે છે. પરંતુ સાઠ વર્ષના રાજા જ્યારે એંશી-નેવેની ઉંમરે પહોચે અને યુવરાજ પણ સાઠ-પાંસઠની ઉંમરે પહોંચવા આવ્યો હોય તો પોતાના પિતાનું દીર્ધાયુષ્ય એને કઠે છે. ચિત્તમાં કુવિચારો ચાલુ થાય છે. પિતા વધુ જીવશે તો પોતાને રાજગાદી પર બેસવાનો અવસર મળે તે પહેલાં તો કદાય પોતે મૃત્યુ પણ પામે અથવા પોતાને એ પદ ભોગવવા માટે બે-પાંચ વર્ષ માંડ મળે તો મળે. એવે વખતે પિતાનું ઝટ મૃત્યુ થાય અને પોતે ઝટ ગાદીનશીન થાય એવા અશુભ મહત્વાકાંક્ષી વિચારો કેટલાય યુવરાજોને ભૂતકાળના અનેક સૈકાઓ દરમિયાન થયા છે એની ઇતિહાસ સાક્ષી પૂરી છે. ગાદી મેળવવા માટે પોતાના પિતાને મારી નાખ્યાના દાખલા પણ બન્યા છે. કેટલાક વૃદ્ધ રાજાઓને સૌથી વધુ ડર પોતાના યુવરાજનો રહેતો. સત્તાની મહત્ત્વાકાંક્ષા અંગત સંબંધો ઉપર કેવી માઠી અસર કરતી હોય છે તે આવા પ્રસંગો પરથી જોઈ શકાય છે.
રાજકારણમાં આજીવિકાનો પ્રશ્ન ગંભીર ઘણો હોય છે. વ્યવસાયમાંથી નિવૃત્ત થયેલ માણસો રાજકારણમાં વધુ સમય આપી શકે. આસપાસ બનતી ઘટનાઓના સતત સંપર્કમાં રહેવા માટે પૂરો સમય રાજકારણમાં પડેલા માણસો વધુ ફાવી શકે છે. પણ એમને પણ પેટ છે, પ્રજાસંપર્ક માટે હરવું ફરવું છે, ચૂંટણી લડવી છે. એ માટે નાણાંની ઘણી જરૂર છે. નિવૃત્ત થયા પછી મોભાથી રહેવું છે. એટલે જ ઘણા રાજદ્વારી પુરુષો નાણાંની બાબતમાં સિદ્ધાન્તવિહીન થઈ જાય છે. ગરીબ દેશોમાં એ વધારે બને છે.
- વર્તમાન આંતરરાષ્ટ્રિય પરિસ્થિતિ જોતાં કેટલાય રાજદ્વારી પુરુષોને પોતાના ભાવિની અનિશ્ચિતતા માનસિક સંતાપ કરાવે છે. પોતાનાં કૌભાંડો ખુલ્લાં પડી જાય તેવે વખતે પોતાના રાષ્ટ્રમાં રહીને સજા ભોગવવી તેના કરતાં બીજા રાષ્ટ્રમાં ભાગી જઈને શાંતિથી શેષ જીવન ગાળવું વધુ પસંદ
રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા * ૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org