________________
છે, અસહ્ય વેદના તે અનુભવે છે. માંસાહારીની એ ખાસિયત છે કે રસ્તામાં કોઈ મરેલા પડેલા ઢોરનું માંસ માંસાહારી માણસોથી ખાઈ શકાતું નથી, પણ જીવતા ઢોરની કતલ કરીને જ એનું માંસ ખવાય છે.
આમ ગાયભેંસ વગેરેનું દૂધ મેળવવું અને એનું માંસ મેળવવું એ બે વચ્ચે આભ-જમીનનો તફાવત છે. એટલે પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી દૂધ એ લોહીમાંસ બરાબર છે એમ કહેવું તે નર્યું અજ્ઞાન છે.
જેઓ વનસ્પત્યાહારી છે અને દૂધ કે તેની બનાવટો લેતા નથી તેમની વાત જુદી છે. તેઓ પ્રશંસાને પાત્ર છે. જે વનસ્પત્યાહારી છે તેઓને દૂધમાંથી પૂરતું પોષણ મળી રહે છે. તેઓને માંસાહારની જરૂર નથી રહેતી. પણ જેઓ માંસાહારી છે તેઓને પણ પૂરતા પોષણ માટે દૂધના આહારની જરૂર પડે છે. દૂધ જો લોહી-માંસનું બનેલું હોય તો માંસાહારી લોકોએ દૂધ લેવાને બદલે લોહી-માંસ જ લેવાં જોઈએ એવો તર્ક કરાય છે. હકીકતમાં દૂધનો આહાર માંસાહારી લોકો માટે પણ આવશ્યક મનાયો છે.
માનવજીવનનો સૌથી પહેલો આહાર તે દૂધ છે અને તે પણ માતાનું દૂધ. કેટલાક મહિના સુધી નવજાત શિશુ કેવળ માતાના દૂધ પર નિર્ભર રહે છે. એ મોટું થતું જાય છે એ બતાવે છે કે બાળકના શરીરના પોષણ સંવર્ધન માટેનાં તમામ તત્ત્વો માતાના દૂધમાં છે. એમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ વગેરે ઘણાં તત્ત્વો છે એટલું જ નહિ તે ભાવે એવું મધુર, હલકું, સુપાચ્ય અને પોષક છે. વળી એમાં રોગપ્રતિકારક શક્તિ પણ હોય છે.
માંદગી, મૃત્યુ કે અન્ય કોઈ કારણે બાળકને માતાનું દૂધ ન મળી શકે એમ હોય તો આપણે ત્યાં આયુર્વેદાચાર્યોએ ધાવમાતા-ધાત્રીની ભલામણ કરી છે. એટલે એ દિવસોમાં અન્ય કોઈ સ્ત્રીને ધાવણ આવતું હોય તેવી સ્ત્રીને બાળકને ધવરાવવા માટે રાખવામાં આવતી કારણ કે માતાનું દૂધ નવજાત શિશુ માટે અનિવાર્ય છે. માતાનું દૂધ એવું ચમત્કારિક છે કે એમ કહેવાય છે કે તે હાથથી કાઢી એક વાટકીમાં રાખવામાં આવે અને એમાં એક જીવતી કીડીને નાખવામાં આવે તો કીડી તેમાં ડૂબીને મરી નહિ જાય, પણ તરતી કરતી બહાર નીકળી જશે.
કુદરતની કેવી વ્યવસ્થા છે કે બાળક જન્મે કે તરત માતાના સ્તનમાં દૂધ આવે, માતાને પણ પોતાના બાળકને ધવરાવવાના ભાવ થાય અને જેણે હજુ આંખ પણ ખોલી ન હોય એવા બાળકને તત્ક્ષણ ધાવતાં આવડી જાય, જન્મેલા બાળકને તરત ધાવતાં જોઈએ તો એમ પ્રશ્ન થાય કે બાળકને
પર * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org