________________
થવું, પ્રસિદ્ધ પુરુષ થવાના કોડ જાગવા અને લોકેષણાથી પરાજિત થવું એ યૌવનવયમાં સાધુઓ સામે મોઢું ફાડીને બેઠેલા મોટા દુષ્ટ અસુરો છે. એમના ઉપર વિજય મેળવવા માટે અપૂર્વ પરાક્રમની અપેક્ષા રહે છે.
યુવાન વયે મહાન તેજસ્વી સાધુઓએ સંયમની અને અધ્યાત્મની ઉત્તમ આરાધના કરી હોય એવા અનેક દૃષ્ટાન્તો જૈન શ્રમણ પરંપરામાં જોવા મળશે. જંબુસ્વામી, સ્થૂલિભદ્ર, વજસ્વામી, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરે બેચાર નહિ, પણ અનેક નામો ગણાવી શકાય. અન્ય ધર્મોમાં પણ એવાં અનેક ઉદાહરણ વિશે જાણવા મળે છે. કેટલાયે મહાત્માઓ થઈ ગયા છે કે જેમનાં નામની આપણને જાણ નથી. કેટલાયે મહાત્માઓ પોતાની આરાધનાની અને આધ્યાત્મિક ઉચ્ચતાની વાત કોઈને જણાવા દેતા નથી કે જાતે પ્રસિદ્ધિમાં આવવા ઇચ્છતા નથી. એટલે સંયમની આરાધનાનો માર્ગ દુષ્કર છે, પણ અશક્ય નથી.
મનુષ્યના ભોગોપભોગની અન્ય ઘણીખરી પ્રવૃત્તિઓ પ્રગટ હોય છે, પરંતુ કામભોગની પ્રવૃત્તિ ગુપ્ત હોય છે એટલે તે જલદી નજરમાં આવતી નથી, પણ એની વ્યાપકતા સમગ્ર સૃષ્ટિમાં પ્રસરેલી રહે છે.
- બ્રહ્મચર્યવ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખાવવામાં આવે છે. ખાંડાની ધાર પર ચાલવાનું કદાચ એટલું કઠિન નથી જેટલું કઠિન બ્રહ્મચર્યવ્રતનું પાલન છે. ઇન્દ્રિયોનાં બીજાં ક્ષેત્રો કરતાં કામવાસનાનું ક્ષેત્ર અત્યંત બળવાન છે. એના ઉપર વિજય મેળવવાનું ઘણું જ અઘરું છે, કારણ કે કામવાસનાને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને સ્પર્શેન્દ્રિયના સંસ્કાર જીવમાં અનાદિકાળથી છે. એકેન્દ્રિય જીવોમાં અન્ય કોઈ ઇન્દ્રિયો નથી હોતી, પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આ અનાદિના સંસ્કારમાંથી નિવૃત્ત થવા માટે ઘણા મોટા પૂરુષાર્થની અપેક્ષા રહે છે.
આહારને કામવાસના સાથે અવશ્ય સંબંધ છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારા સાધુ કે ગૃહસ્થો જો સ્નિગ્ધ, પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવા લાગે તો એમનામાં વાસનાઓ જાગ્યા વગર રહે નહિ. વચનથી કે કાયાથી કદાચ તે ચલિત ન થાય તો પણ પોતાને ખબર પણ ન પડે એ રીતે વિકારો એમના ચિત્તમાં દાખલ થઈ જાય છે. એવા વિકારી વિચારો હજારો પ્રકારના હોય છે.
જૈન ધર્મમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર એ દ્રવ્યોને “વિગઈ” તરીકે ઓળખાવવામાં આવે છે. “વિગઈ' શબ્દ વિકૃતિ પરથી આવેલો છે. આ પદાર્થોમાં શરીરમાં વિકૃતિ જન્માવવાની શક્તિ રહેલી છે. એટલે એનો
૧૧૨ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org