________________
કેટલાક ઉત્તમ ગુણો દબાઈ જાય છે અને સ્વાર્થ સપાટી ઉપર આવે છે. આથી વિભિન્ન વર્ગો વચ્ચે ઘર્ષણ થાય છે.
આવાં રમખાણો ન થાય તે માટે જરૂર છે સદ્ભાવ, સહકાર અને સમર્પણની ભાવનાની. એવી ભાવનાના પોષણ અને વિકાસને માટે સંગીનપણે કાર્ય કરવા માટે જરૂર છે એવા સમન્વયાત્મક પરિવારમંડળોની. એકસરખાં ધર્મ, ભાષા, જાતિ, વર્ણ વગેરેનાં મંડળો તો કુદરતી રીતે સ્થપાવાનાં. પરંતુ વિભિન્ન ધર્મ, જાતિ, ભાષા વગેરેના લોકોનાં સમન્વય મંડળો, બિરાદરી મંડળો વધુ સ્થપાય તો પરસ્પર પ્રેમ અને સદ્ભાવ વધારે ટકી રહે અને કોઈ પણ ગૂંચ ઊભી થઈ હોય તો તેનો પરસ્પર વિચારવિનિમયથી, શાંતિથી, હિંસાનો આશ્રય લીધા વિના ઉકેલ લાવી શકાય. એને માટે પણ જરૂર છે ઊંચી કક્ષાની નેતાગીરીની. આજકાલ ઘણા નેતાઓ મોટી મોટી, ડાહી વાતો કરે છે, પરંતુ જરાક સ્વાર્થહાનિના પ્રસંગો ઊભા થાય કે તરત એમનું સંકુચિત પોત પ્રકાશે છે. એમના પૂર્વગ્રહો, ગ્રંથીઓ વગેરેને વાચા મળવા લાગે છે. આઝાદીના આંદોલન વખતે ગાંધીજીએ પોતે પોતાના જીવનના શ્રેષ્ઠ ઉદાહરણથી અને એવી સરસ ઉત્તમ નેતાગીરી ઊભી કરીને સમગ્ર ભારતીય ઉપખંડમાં એવું વાતાવરણ સજર્યું હતું કે પેશાવરથી કન્યાકુમારી અને કરાંચીથી જગન્નાથપુરી સુધીના તમામ લોકો એકબીજા સાથે પ્રેમથી હળીમળી શકતા, એકબીજા પ્રદેશના નેતાઓ પ્રત્યે આદરથી જોતા. આવી ઉચ્ચ ભાવનાશીલ નેતાગીરીનો દુકાળ આજે વર્તાય છે. અને તેને કારણે જ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, આર્મેનિયા, યુગોસ્લાવિયા વગેરેમાં વખતોવખત આનુવાંશિક સંઘર્ષો થયા કરે છે. સામૂહિક ડહાપણ એ કુદરતી રીતે ઊંચા સ્તરે રહ્યા કરે એવું પરિબળ નથી. એને ઊંચા સ્તરે ટકાવી રાખવા માટે સતત પુરુષાર્થની અપેક્ષા રહે છે. એવા પુરુષાર્થની લગની વિવિધ ક્ષેત્રોના નેતાઓને અને એમના અનુયાયી લોકોને લાગે એ જ ઇચ્છવું રહ્યું.
(સાંપ્રત સહચિંતન-૪)
Jain Education International
૩૫૮ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org