________________
હયાતીમાં બીજાને ખાસ બહુ આપી શકતાં નથી. કેટલાંક ચતુર માણસો પોતાના વિલમાં પોતાનાં વારસા માટે કોઈકનાં નામ લખીને તેમની પાસે ઘણું કામ કરાવી લે છે, પણ હકીકતમાં તેમને પોતાનો વારસો આપવાનો ઇરાદો નથી હોતો અને પછીથી કરેલા બીજા વિલમાં તેમનાં નામ કાઢી નાખેલાં હોય છે.
કેટલાક માણસોએ નાનપણમાં ઘણું દુ:ખ વેક્યું હોય છે. બહુ કષ્ટથી તેઓ અર્થોપાર્જન કરતાં હોય છે. કુટુંબનું ગુજરાન માંડ માંડ ચલાવી શકતાં હોય છે. પરંતુ સતત પુરુષાર્થ અને નસીબની મારીને કારણે અચાનક ધનવાન થઈ જાય છે. એક-બે દાયકામાં તો તેઓ મોટા ધનપતિ થઈ જાય છે. સમાજમાં ઠેર ઠેર માનપાન મેળવે છે. તેમને એક જ લગની લાગે છે કે જે દુ:ખ પોતાને પડ્યું તેવું દુઃખ પોતાનાં સંતાનોને ભોગવવાનું ન આવે. એટલા માટે તેઓ પોતાનાં સંતાનોને બહુ લાડકોડમાં ઉછેરે છે. તેમને માટે વધુમાં વધુ ધનસંપત્તિ મૂકી જવાની ભાવના સેવે છે. પરંતુ તેમના સ્વર્ગવાસ પછી શ્રીમંત થયેલા દીકરાઓ જોતજોતામાં ધનસંપત્તિ ઉડાવવા લાગે છે. વાર-તહેવારે મહેફીલો જામે છે. દારૂ, જુગાર, પરસ્ત્રીગમન વગેરે વ્યસનોમાં તેઓ રાચે છે અને પુરુષાર્થહીન નિ:સત્ત્વ જીવન પસાર કરે છે. વારસો મૂકી જનાર વ્યક્તિ આવું દૃશ્ય જો કદાચ જોઈ શકે તો તેને થાય કે “અરેરે ! મારી સંપત્તિની આ દુર્દશા ! મેં આ કેવી મોટી ભૂલ કરી !”
પોતાનાં સંતાનોને અઢળક ધનસંપત્તિનો વારસો આપવામાં ઘણાં ભયસ્થાનો રહેલાં છે. સંપત્તિ સાથે ભોગ-વિલાસ અને ઉડાઉપણું આવ્યા વિના રહેતાં નથી. અભિમાન, સ્વચ્છંદીપણું, મનસ્વીપણું, ક્રોધાદિ ઉગ્ર કષાયો, વેર લેવાની વૃત્તિ વગેરે ધનના જોરે વધે છે અને પોષાય છે. માણસ જાગ્રત ન હોય તો ધનના અનર્થો તરફ ઘસડાય છે અને ખોટા મિત્રોની સોબતે ચઢી જાય છે. માટે પોતાનાં સંતાનોને વારસામાં અઢળક સંપત્તિ આપતાં પહેલાં વિચારવાન માણસે બહુ જાગ્રત રહેવાની જરૂર છે.
કેટલાક દીર્ઘદૃષ્ટિવાળા માણસો સંતાનોના હાથમાં સંપત્તિ ન સોંપતાં તેનું ટ્રસ્ટ કરી નાખે છે, પરંતુ એવાં ટ્રસ્ટોને પણ ધોઈ પીનારા માણસો છે. સરવાળે તો સંતાનોને વધુ પડતી સંપત્તિનોં વારસો ઘણી વાર શક્તિહીન, એદી અને તામસી બનાવવામાં જ પરિણમે છે.
જે માણસને એક કરતાં વધુ પત્ની હોય કે પત્ની તથા રખાત હોય અને તેનાં સંતાનો હોય તેવા માણસે તો પોતાની સંપત્તિનું વેળાસર વિભાજન
૧૫૪ ઝ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org