________________
કરી લેવું જોઈએ. જેઓ એમ કરતાં નથી તેઓ અંતે તો પોતાનાં સંતાનોને વધારામાં વેરઝેરનો વારસો આપીને જ જાય છે.
પોતાને એકનો એક દીકરો હોય અને છતાં પિતાને પોતાની સંપત્તિના વારસદાર તરીકે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને નીમવાની ઇચ્છા થાય એ કંઈ જેવું તેવું દુ:ખ નથી. પિતા-પુત્ર વચ્ચે ક્યારેક એટલું બધું વૈમનસ્ય થઈ જાય છે કે બોલવા-વ્યવહાર પણ રહેતો નથી. એમાં એક પક્ષે જ વાંક હોય છે એવું નથી. તો પણ આવી વિષમ પરિસ્થિતિ પ્રત્યેક સમાજમાં વખતોવખત સર્જાય છે.
જેઓને પોતાનાં સંતાનોના ભાવિની ચિંતા નથી હોતી અને જેઓ પોતાની માતબર સંપત્તિમાંથી લોકકલ્યાણ અર્થે કંઈક ધનરાશિ વાપરવાની ભાવના રાખતા હોય તેઓએ તો પોતાનાં સંતાનો ઉપર આધાર રાખવાને બદલે પોતાની હયાતીમાં જ એવાં શુભ કાર્ય પતાવી દેવાં જોઈએ. મનુષ્યનું ચિત્ત ઘણું સંકુલ છે. વાતને વિલંબમાં મૂકવા માટેનાં વાજબી કારણો ઘણાં મળી રહે. પરંતુ એવે વખતે દૃઢ મનોબળ રાખીને પોતાના સંકલ્પો સવેળા પાર પાડવા જોઈએ. ભાવિ અનિશ્ચિત હોય છે અને સંતાનોના સંજોગો અને મતિ બદલાતાં વાર નથી લાગતી. પિતાના અવસાન પછી ધંધામાં અચાનક નુકસાની આવતાં કે ભાઈઓ-ભાઈઓ માંહોમાંહે પોતાના ભાગ માટે કોર્ટે ચડતાં પિતાના સંકલ્પને પાર પાડવાની દરકાર કોઈને ન રહી હોય એવા કેટલાક કિસ્સા જોવા મળે છે.
વ્યાવસાયિક ક્ષેત્રે કેટલાક માણસો પોતાના વ્યવસાયનો વારસો પોતાનાં સંતાનોને આપવામાં સફળ નીવડે છે. તેજસ્વી સંતાનો પોતાના પિતાના વારસાને સવાયો કે બમણો કરીને દીપાવે છે. ડૉક્ટર, એન્જિનીયર, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા કેટલાક વ્યવસાયકારો પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત વગેરે દ્વારા પોતાનાં સંતાનોને તૈયાર કરે છે. ઘરનું વાતાવરણ પણ તેને પોષક નીવડે છે. વળી પિતાના અનુભવો અને સંબંધો પણ પુત્રને કામ લાગે છે. પુત્રની કારકિર્દી ઘડવામાં પિતા સતત સહાયરૂપ માર્ગદર્શક બની રહે છે, એટલું જ નહિ પણ તે ક્ષેત્રમાં થયેલી છેલ્લામાં છેલ્લી પ્રગતિથી પોતાનાં સંતાનોને વાકેફ રાખે છે. એથી સંતાનો પિતાના વારસાને સારી રીતે શોભાવી શકે છે. દુનિયાભરમાં એવાં અસંખ્ય ઉદાહરણો જોવા મળશે કે જેમાં ડૉક્ટરનો દીકરો સારો ડોક્ટર થયો હોય, વકીલનો દીકરો વકીલ થયો હોય, વૈજ્ઞાનિકનો દીકરો વૈજ્ઞાનિક થયો હોય. ડૉક્ટરી વ્યવસાયમાં પણ જુદી જુદી શાખાઓના નિષ્ણાતોમાં આંખના ડૉક્ટરનો
વારસદારો ૪ ૧૫૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org