________________
સાગર જેવું અગાધ છે. એ એટલું વિપુલ છે કે માણસ એક જિંદગીમાં પૂરું ન કરી શકે. એમાં પણ પસંદગી કરવી પડે. પણ એક વખત જો એમાં ઉત્કટ રસ પડવા લાગ્યો, અને મોક્ષાભિલાષા દૃઢ બનતી ગઈ તો પછી સંસારનાં ભૌતિક સુખો સાવ તુચ્છ, ક્ષણિક અને ભારે કર્મબંધ કરાવનારાં લાગશે. એટલે જે ગુરુમહારાજો પોતાના યુવાન ચેલાઓના વિષયમાં સતત સચિંત રહેતા હોય છે તેઓ તેમને સુતગંગામાં સતત સ્નાન કરાવતા હોય છે.
સાધુપણામાં, સંયમમાં સ્થિર રહેવાના વિવિધ ઉપાયો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્રના આ ઓગણીસમાં અધ્યયનનું જ ફક્ત જો ભાવપૂર્વક વારંવાર પરિશીલન થયા કરે તો પણ સાધુ ભગવંતો પોતાના સંયમમાં-ચારિત્રની આરાધનામાં હોંશપૂર્વક સ્થિર અને દઢ રહી શકે. જે યુવાન સાધુઓને પોતાનું ઘર યાદ આવતું હોય તેઓએ બનારસીદાસની નીચેની પંક્તિઓનું સ્મરણ કરવા જેવું છે :
ધીરજ-તાત, ક્ષમા-જનની, પરમારથ-મિત, મહારુચિ-માસી; જ્ઞાન-સુપુત્ર, સુતા-કરુણા, મતિ-પુત્રવધૂ, સમતા-પ્રતિભાસી; ઉદ્યમ-દાસ, વિવેક-સહોદર, બુદ્ધિ-કલત્ર, શુભોદય-દાસી; ભાવ-કુટુંબ સદા જિનકે ઢિગ, યો મુનિ કો કહિયે ગૃહવાસી.
આમ તારુણ્યમાં શ્રામય દુષ્કર છે, પણ જેઓ એને સુકર બનાવી શકે છે તેઓના આનંદની તોલે જગતમાં બીજો આનંદ નથી. કહેવાય છે :
સાધુમારગ સાંકડા, જેસા પેડ ખજૂર; ચડે તે ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર.
| (સાંપ્રત સહચિંતન-૧૧)
૩ તરુને સમજીને . * ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org