________________
કે ધાર્મિક કર્તવ્ય તરીકે ગણાવવાનો પ્રયાસ એ ધર્મના ધર્માચાર્યો દ્વારા થયો છે.
જેમ જેમ સમય પલટાતો જાય છે તેમ તેમ આધુનિક શસ્ત્રો ઉપયોગમાં લેવાતાં જાય છે. ઓટોમેટિક રાઈફલો, મશીનગનો, હાથબોમ્બ વગેરે ઘાતક શસ્ત્રોનો પ્રચાર દિન પ્રતિદિન વધતો ચાલ્યો છે. શસ્ત્રો, ગોળીઓ, ગોળાઓ વગેરેનું ઉત્પાદન દુનિયાભરમાં એટલું બધું ઝડપથી વધી રહ્યું છે કે એ બનાવનાર સરકારી કે બિનસ૨કા૨ી કંપનીઓને ક્યાંક તો એ વેચવું પડે. મારામારી કે લડાઈ થાય, શસ્ત્રોનો અને દારૂગોળાનો ઉપયોગ થાય તો જ એવી કંપનીઓના માલનું વેચાણ થાય, તો જ તેનું ઉત્પાદન ચાલુ રહે અને તેનું અસ્તિત્વ ટકી શકે. એટલે નાના કે મોટા પાયા ઉપર યુદ્ધ એ આવી કંપનીઓનું સ્થાપિત હિત બની જાય છે. એટલા માટે તેઓ પોતાના ગુપ્ત એજન્ટો દ્વારા એક અથવા બીજા દેશમાં પોતાની કે સરકારની ગુપ્ત સહાય સહિત કે સહાય વગર ક્યાંકને ક્યાંક કોમી, ધાર્મિક કે ઈતર પ્રકારના પ્રશ્નો સળગાવીને લોકોના વિભિન્ન પક્ષો વચ્ચે અથવા પ્રજા અને સરકાર વચ્ચે અથડામણો ઊભી કરાવે છે. અથડામણ અને યુદ્ધ એ એનો રોટલો છે. આ દૂષણ દિવસે દિવસે એટલું બધું વધતું જાય છે કે શાણા રાજદ્વારી પુરુષો પણ તે અટકાવવા બહુ સમર્થ રહી શકે એમ નથી. ગમે તેવા નબળા માણસના હાથમાં પણ એક વખત શસ્ત્ર આવ્યા પછી તે જોરમાં આવી જાય છે અને તરત શસ્ત્રનો આશ્રય લે છે. ઝનૂની યુવાનો તેનો જલ્દી ભોગ બને છે અને ધાર્મિક નેતાઓ આવા સંવેદનશીલ યુવાનોને હાથા બનાવવામાં કુશળ હોય છે.
કોઈ પણ દેશમાં કોઈપણ સામાજિક, રાજકીય કે ધાર્મિક જૂથ પોતાની સરકારની સામે બહારવટે ચડે અને તે માટે ધાર્મિક સ્થળનો દુરુપયોગ કરે ત્યારે સરકારને સશસ્ત્ર પગલાં લેવાં પડે છે, લેવાં પણ જોઈએ. પરંતુ એમાં પણ જેટલી કુનેહથી કામ લેવાય તેટલું પરિણામ સારું આવે, કારણ કે ધાર્મિક ક્ષેત્ર વધુ સંવેદનશીલ હોય છે અને તેના બહોળા પ્રત્યાઘાત લાંબા સમય સુધી પડે છે.
(સાંપ્રત સહચિંતન-૧)
Jain Education International
૧૨૨ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org