________________
વનવગડામાં એકલા ચાલ્યા જવાનો આનંદ કેવો અકથ્ય હોય છે તે તો કોઈ ભીલ કે એવા કોઈ આદિવાસીને પૂછીએ તો ખબર પડે.
ડુંગરાળ પ્રદેશોમાં પણ એવી જાતિના લોકોનાં પગલાં કેડીઓના મહાવરાને લીધે વ્યવસ્થિત રીતે પડતાં હોય છે. એવા લોકોને રાતના વખતે અંધારામાં વાધ-વરુ કે સાપનો ભય પણ લાગતો નથી. તેમનો ઉછેર જ એ રીતે થયેલો હોય છે. એક વખત એક જંગલમાં અમે જીપમાં બેસીને જતા હતા ત્યારે પંદરેક વર્ષની એક આદિવાસી છોકરી લાકડાં વીણીને પોતાના ટોપલામાં નાખતી જતી હતી. તેને જોઈને અમને આશ્ચર્ય થયું. જીપમાં બેઠેલા અમને અચાનક વાઘ આવી ચડે તેનો ડર હતો, પરંતુ એ છોકરીને વાઘનો ડર નહોતો. અમે પૂછ્યું ત્યારે એણે કહ્યું, “વાઘ અમને કંઈ કરે નહિ, હાંઉ !' કુદરતને ખોળે ઉછરેલા માનવીઓ પોતાની પરિસ્થિતિનો કેવો સ્વીકાર કરી લે છે તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય.
વનવગડામાં એકલા એકલા નિરુદ્દેશે આમતેમ ચાલ્યા જવાનો જે આનંદ છે તે કેટલો અનોખો છે તે તો જેને સ્વાનુભવ હોય તે જ કહી શકે. માણસ જ્યારે એકલો ચાલ્યો જતો હોય છે ત્યારે નિસર્ગ સાથે તે કોઈ જુદી જ જાતનું ઐક્ય અનુભવે છે. ક્યારેક એને પંખીઓ ઉપરાંત વૃક્ષો, લતાઓ, પાંદડાંઓ કે ખળખળ વહેતાં ઝરણાંઓ પણ બોલતાં, પોતાની સાથે વાતો કરતાં, ગાતાં સંભળાય છે. કુદરતમાં એકાંતમાં કોઈક સ્થળે એકલા બેસવાનો જેવો આનંદ છે તેથી પણ કંઈક વિશિષ્ટ કોટિનો આનંદ એકલા એકલા ચાલ્યા જવાનો છે. માણસ તેવે વખતે જાતે સાથે પણ વાતો કરી શકે છે. અજાણતાં વાતો કરવા લાગે છે. ક્યારેક તે ગીતો લલકારે છે. ચાલતાં ચાલતાં મુક્તકંઠે પોતાની જાતને વાચા દ્વારા વ્યક્ત કરવાનો એને ત્યારે એક અનોખો અવસર સાંપડે છે.
ચાલવાનો મહિમા ઘણો મોટો છે, પરંતુ શું ચાલવાથી જ દીર્ધાયુષ્ય મળે છે ? ઘરમાં શાંત બેસી રહેનાર વ્યક્તિ શું દીર્ધાયુષ્ય ન થઈ શકે ? એનો ઉત્તર એ છે કે ઘરમાં બેસીને સમય પસાર કરનાર વ્યક્તિ પણ જરૂર દીર્ધાયુષ્ય થઈ શકે છે, પરંતુ તેવી વ્યક્તિએ પોતાના શરીરના ઓછા હલનચલનને લક્ષમાં રાખીને પોતાના આહારનાં પ્રકાર અને પ્રમાણ નક્કી કરી લેવાં જોઈએ. જેઓ તેવી સ્થિતિને અનુરૂપ થઈને આહાર-પાણી ઉપર સંયમ રાખે છે તેઓને માટે ચાલવાની કસરતની અનિવાર્યતા નથી. કેટલાંક એવા યોગી મહાત્માઓ કે ગૃહસ્થ વૃદ્ધો જોવા મળશે કે જેઓ ચોવીસ કલાક પોતાના ધામમાં કે ઘરમાં બેઠા હોય અને છતાં નેવુંની ઉમર વટાવી
ચરણ-ચલણનો મહિમા જ ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org