________________
ચૂક્યા હોય. વ્યસન રહિતતા, નિયમિત સમતોલ આહાર, નિયમિત નિહાર અર્થાતુ શૌચક્રિયા, ઉણોદરી વગેરે વ્રત અને વિશેષ તો ચિત્તની પ્રસન્નતા આરોગ્ય જાળવવામાં સહાયરૂપ થાય છે. વૃદ્ધાવસ્થા આવે અને શરીર અશક્ત થઈ જાય ત્યારે સ્થિરવાસ કરી દેનાર કેટલાક સાધુ મહાત્માઓ અને ગૃહસ્થો ઠીક ઠીક દીર્ધાયુષ્ય ભોગવતા હોય છે. નેવું વર્ષની વયે સ્વર્ગવાસ પામનાર સાક્ષરવર્ય શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જીવનમાં છેલ્લાં ત્રીસ વર્ષ ઘરની બહાર પાંચ-સાત વાર જ નીકળ્યા હતા. મહાયોગી શ્રી અરવિંદ પણ છેલ્લાં લગભગ ૩૭ વર્ષ ઘરની બહાર બિલકુલ નીકળ્યા નહોતા.
અલબત્ત, આવાં ઉદાહરણોનું પ્રમાણ અલ્પ રહેવાનું. ચાલનાર વ્યક્તિને, ફરનાર વ્યક્તિને ભૌતિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઘણા લાભ થાય છે. “ફરે તે ચરે' એ કહેવતમાં ઘણું તથ્ય છે. માણસે સતત જાગ્રત અને ક્રિયાશીલ રહેવું જોઈએ એ ઉદ્દેશને લક્ષમાં રાખીને ઠેઠ પ્રાચીનકાળથી ભારતીય તત્ત્વચિંતકોએ કહ્યું છે કે : “રતિ વરતો :” એટલે કે જે ચાલે છે તેનું ભાગ્ય પણ ચાલે છે, જે બેસી રહે છે તેનું ભાગ્ય પણ બેસી રહે અને જે સૂતો રહે છે તેનું ભાગ્ય પણ સૂતું રહે છે. “ચાલવું' શબ્દ અહીંયા માત્ર અભિધાની દૃષ્ટિએ ન લેતાં લક્ષણાથી તથા ભાવાર્થથી પણ લેવાનો છે. તેમાં ચાલવાની ધૂલ ક્રિયાનો સમાવેશ થઈ જાય છે. જે માણસે સારું ભાગ્ય, સારી તક મેળવવી હોય તે વ્યક્તિએ હરતાંફરતાં રહેવું જોઈએ. ઘરમાં હાથપગ જોડીને બેસી રહેનારને સારી તક મળતી નથી.
આમ ચાલવાનો, ચરણ-ચલણનો મહિમા દુનિયામાં સર્વત્ર, સર્વકાળ માટે સ્વીકારાયો છે. ચાર્લ્સ ડિકન્સે એક સ્થળે કહ્યું છે : The sum of the whole is this : Walk and be happy; walk and be healthy. The best way to lengthen out our days is to walk steadily and with a purpose The wandering man knows of certain ancients, far gone in years, who have staved off infirmities and dissolution, be earnest walking-hale fellows, close upon ninety, but brisk as bovs. વેરેવ તિ !
(સાંપ્રત સહચિંતન-૫)
૪૦ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org