________________
રીતે ઉઠાવવાનાં હોય છે. મોટા માણસોને સલામી આપનાર સેનાનાયકે પદ્ધતિસર Slow March કરવાની હોય છે.
જેમ માણસની વ્યક્તિગત ચાલ જુદી જુદી હોય છે તેમ જુદા જુદા દેશની પ્રજાઓની ચાલમાં પણ વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. સામ્યવાદી ચાલમાં પણ વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. સામ્યવાદી શાસનકાળ દરમિયાન રશિયા, પૂર્વ જર્મની, હંગેરી વગેરે દેશોમાં જ્યાં બે ગામ વચ્ચે વાહનોની સગવડ નહોતી ત્યાં માણસોને લાંબાં લાંબાં ડગલાં ભરીને અત્યંત ઝડપથી ચાલતા જોયા છે. જાપાનના લોકો અને તેમાં પણ મહિલાઓને નાનાં નાનાં કદમ નજીક નજીક ભરીને ચાલવાનો ખાસ મહાવરો કરાવવામાં આવે છે. સહેજ વાંકા વળીને આવી રીતે કદમ ભરતી મહિલાના દેહલાલિત્યમાં વિનય અને વિનમ્રતા દેખાવાં જોઈએ એવી જાપાની માન્યતા છે.
પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોની અને સપાટ મેદાનના પ્રદેશમાં રહેતા લોકોની ચાલવાની રોજિંદી ટેવમાં ફરક જણાશે. સપાટ મેદાનોમાં રહેતા લોકો પગ જમીનથી સહેજ જ ઊંચા કરીને ગતિ કરે છે. ડુંગરાળ પ્રદેશોમાં રસ્તામાં આવતા ખાડા-ટેકરા, પથ્થરો, ખડકો વગેરેને કારણે ત્યાં રહેતા લોકોમાં કુદરતી રીતે જ પગ સહેજ ઊંચકીને કદમ ભરવાની ટેવ પડી જાય છે, જેથી અજાણતાં ઠેસ લાગે નહિ.
સમૃદ્ધ દેશમાં જ્યાં રસ્તાઓ સીધા અને સપાટ હોય છે તથા મોટા મોટા સ્ટોર, થિયેટરો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ વગેરેમાં જ્યાં ફરસ એકસરખી હોય છે ત્યાં ઊંચું જોઈને ચાલનાર માણસને પણ ઠેસ ન લાગે. જરાક ઊંચીનીચી જગ્યા આવી તો તરત ત્યાં Watch your stepનું પાટિયું આવ્યા વગર રહે નહિ. જ્યાં અજાણતાં માણસ ભૂલ કરે એવો સંભવ હોય અને ઠેસ વાગવાનો કે પડી જવાનો સંભવ હોય ત્યાં પગથિયાંને બદલે કુદરતી ઢાળ જેવી રચના કરવામાં આવે છે.
આરોગ્યની દૃષ્ટિએ ચાલવાની કસરત અંગે બધાના અનુભવો એક સરખા ન હોઈ શકે. કોઈકને જાતે એકલા જ ચાલવું ગમે, તો કોઈકને સાથે એકાદ જણ હોય તો જ ગમે. કેટલાંકને બે-ચાર જણના સમૂહમાં વાતો કરતાં કરતાં ચાલવું ગમે, તો કોઈકને મૂગાં મૂગાં ચાલવું ગમે. ચીની ફિલસૂફ લાઓત્સને મૂંગા મૂંગા ચાલવું ગમતું. વાતો કરનારને તેઓ પોતાની સાથે ફરવા આવવાની મનાઈ કરી દેતા.
દિવસે નહિ પણ રાતે એકલા ચાલ્યા જવાનો આનંદ પણ અનોખો હોય છે. તેમાં ચાંદની રાત હોય તો તો વળી ઓર મજા. પરંતુ અંધારામાં,
૩૮ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org