________________
છે. એવાં પગલાંઓને સરખાવવાથી પણ આ વાતની ખાતરી થશે. માણસ બંને પગ ઉપર એક સરખો ભાર આપીને એક સરખા માપનાં ડગલાં જવલ્લે જ ભરતો હોય છે. એની ખાત્રી કરવી હોય તો માણસના બૂટ કે ચંપલની એડીને લાગેલા ઘસારાને સરખાવવા જોઈએ. જવલ્લે જ જમણા પગના અને ડાબા પગનાં પગરખાંની એડીઓ એક સરખી ઘસાઈ હશે !
એકની એક વ્યક્તિ પણ ઉલ્લાસથી ચાલતી હોય, ચિંતામાં ચાલતી હોય, અધીરાઈથી ચાલતી હોય, થાકથી ચાલતી હોય, મન વગર ચાલતી હોય તો તે દરેક વખતે એનાં પગલાં જુદાં જુદાં પડતાં હોય છે. કેટલાંક નિરીક્ષકો તો વળી એમ પણ કહે છે કે માણસ એક સરખી સીધી લીટીમાં ચાલી શકતો નથી. એટલા માટે જ લશ્કરના સૈનિકોને ઠીક ઠીક તાલીમ આપવામાં આવે છે કે જે પછી તેઓ એક સરખી લીટીમાં, એક સરખા અંતરનાં પગલાં સાથે ચાલી શકે છે.
લશ્કરના સૈનિકોને યુદ્ધના વખતે અચાનક ચાલવાનું કે દોડવાનું કેટલું આવે તે કહી શકાય નહિ. એટલા માટે જ લશ્કરના સૈનિકોને ચાલવાનો, માર્ચ કરવાનો મહાવરો સતત આપતા રહેવાની પ્રથા દુનિયાના બધા જ દેશોમાં છે. સશક્ત યુવાન સૈનિક આખા દિવસમાં ઓછામાં ઓછા ચાલીસ માઈલ ચાલવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ. બંને હાથ હલાવીને, માપસરનાં કદમ ભરીને બીજા સૈનિકો સાથે કદમ મિલાવીને સૈનિકો માર્ચ કરે છે. સામાન્ય નાગરિકો કદમ મિલાવીને સાથે જવલ્લે જ ચાલે છે. સૈનિકોની એ વિશિષ્ટતા એમની તાલીમને આભારી છે.
ચાલવાની રીત દરેકની પોતપોતાની હોવાને લીધે કેટલીક વાર સામેથી કે પાછળથી માણસના ફક્ત ચાલતા બે પગ જ દેખાય, તો પણ એ ચાલનાર વ્યક્તિ પરિચિત જનોને પરખાઈ આવે છે. ચલચિત્રોમાં એવાં દૃશ્યો ક્યારેક બતાવવામાં આવે છે. ચાલતી વખતે પગલાંનો કે પગરખાંનો અવાજ સાંભળીને પતિ કે પત્ની એક બીજાનાં આગમનને તરત જાણી લે છે. કેટલાંક માતા-પિતા સંતાનોનાં પગલાંના અવાજને કળી શકે છે.
કેટલાંકની ચાલમાં લાલિત્ય હોય છે, તો કેટલાંકની ચાલમાં કર્કશતા કે ગરબડ હોય છે. સંસ્કૃત સાહિત્યમાં નાયિકાઓ માટે હંસગામિની, ગજગામિની જેવા શબ્દો પ્રયોજાયા છે તે સહેતુક છે અને સાર્થક છે. કેટલાંકની ચાલ મંદ ગતિની હોય છે, તો કેટલાંકની ચાલ ત્વરિત ગતિની હોય છે. લશ્કરમાં મંદ ગતિની ચાલમાં slow Marchમાં કદમ જુદી જ
ચરણ-ચલણનો મહિમા જ ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org