________________
પર્વતીય વિસ્તારોમાં જ્યાં કોઈ વાહનની સગવડ થવી શક્ય નથી ત્યાં માણસોને પગે ચાલ્યા વગર છૂટકો નથી. એવા પ્રદેશોમાં કેટલું અંતર કપાયું તેનું માપ કાઢવા માટે જૂના વખતમાં ચોકસાઈવાળાં સાધનો ન હતાં. ઘડિયાળ પણ નહોતી. જ્યાં ઊંચીનીચી જમીન હોય, વચ્ચે ટેકરીઓ આવતી હોય ત્યાં એ જમાનાના લોકો સમયના આધારે માપ કાઢતા. એટલું અંતર ચાલવામાં કેટલા સમયનો રસ્તો છે તે સૂર્ય, ચંદ્ર કે નક્ષત્રના આધારે તેઓ જણાવતાં. ક્યાંક લોકો પોતાની જીવનપદ્ધતિ અનુસાર તેનું માપ કહેતા. જૂના વખતમાં તિબેટમાં કોઈ સ્થળનું અંતર પૂછવામાં આવે તો લોકો ચાના પ્યાલા અનુસાર જણાવતા. તિબેટના લોકો પોતાની માખણ, મીઠાંવાળી જુદી જ જાતની ચા (એને મરયાં કહે છે) અમુક અમુક સમયગાળાના અંતરે પીએ છે. એટલે કોઈ રસ્તા વિશે જ્યારે પૂછવામાં આવે ત્યારે તેઓ તે અંતર ચાના પ્યાલા ગણીને જણાવે. દા. ત., કોઈ સ્થળનું અંતર કેટલું છે એમ પૂછવામાં આવે અને તેઓ જો જવાબ આપે કે ચાના ત્રણ પ્યાલા, તો તેનો અર્થ એ થયો કે ચાના ત્રણ પ્યાલા પીવા વચ્ચે જેટલો સમયગાળો રહે એટલો સમય એ સ્થળે પહોંચતાં લાગે. એવી જ રીતે જૂના વખતમાં યુરોપના કેટલાક પ્રવાસીઓ દિવસમાં ત્રણ-ચાર વખત ચલમમાં તમાકુ ભરીને પીતા. એટલે બે ચલમ વચ્ચે જેટલો સમય લાગે તેટલો સમય ચાલવાના અંતર માટે તેઓ જણાવતા. અમુક અંતર ચાલ્યા પછી તેઓ ચલમ પીવા રોકાતા. જૂની તમાકુ, કાઢી નાખીને ચલમને સાફ કરવામાં આવતી. તેટલા સમયે આવતા સ્થળને તેઓ તે રીતે ઓળખાવતા. મોરેશિયસમાં “ક્યૂરપિપ' નામનું સ્થળ છે. એ નામ curepippe શબ્દ ઉપરથી આપેલું છે. એ સ્થળે પ્રવાસીઓ આરામ કરતા અને પોતાની ચલમ સાફ કરી નવી તમાકુ ભરીને ચલમ પીતા.
ચાલવું એ પણ એક કળા છે. ચાલવાની ગતિમાં અને પગલામાં પ્રત્યેક વ્યક્તિની મુદ્રા અંકિત થાય છે. પ્રત્યેક માણસનો અવાજ જેમ જુદો હોય છે તેમ પ્રત્યેક માણસની ચાલવાની ગતિ રીતિ પણ જુદી હોય છે. આ વાત તરત માનવામાં આવે એવી નથી. પરંતુ જો એવો કોઈ પ્રયોગ કરવામાં આવે કે ચાલતી વખતે માણસનાં પગલાં બરોબર અંકિત થાય તો આ વાતની ખાતરી થયા વગર રહે નહિ. ભીની રેતી કે માટીમાં જુદા જુદા માણસોને અડધો ફલીંગ જેટલું ચાલવાનું કહેવામાં આવે અને તેઓનાં પગલાંઓને જો સરખાવવામાં આવે તો આ વાતની તરત પ્રતીતિ થશે. કોઈક મંગળ પ્રસંગે ઘરમાં આવતી નવવધૂને કે સગર્ભા સૌભાગ્યવતીને કંકુવાળાં કે કેસરવાળાં પગલાં કરીને સફેદ વસ્ત્ર ઉપર ચલાવવામાં આવે
૩૭ ગક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org