________________
ક્યારેક તો ધનાઢ્ય માણસો વધુ ચિંતિત અને વ્યથિત દેખાય છે. આનંદ એ જીવનું લક્ષણ છે. એટલે કપરી પરિસ્થિતિમાં પણ માણસ પોતાની કક્ષાનો, પોતાના સ્વરૂપનો નિર્દોષ આનંદ એકલા કે સમૂહમાં માણી શકે છે. નાના છોકરાઓને ભૂતકાળ કે ભવિષ્યકાળ કરતાં વર્તમાનકાળ જ વધુ વહાલો હોય છે. તેઓ પોતાની નિર્દોષ રમતગમતનો, તોફાનમસ્તીનો આનંદ માણતાં હોય છે. કંઈક નવું જોવા, જાણવા મળે તો તેઓ પણ પ્રસન્નતા અનુભવી શકે છે. વિપરીત સંજોગોમાં પણ તેઓ જીવનનો રસ લૂંટી શકે છે. એક લેખકે યોગ્ય જ કહ્યું છે કે, -
'Children think not of what is past nor what is to come, but enjoy the present time, which few of us do.' જેનું કોઈ માલિક ન હોય, જેને માથે કોઈ ઘણીઘોરી કે દેખભાળ રાખવાવાળું ન હોય. જેની પાસે રહેવા માટે નિશ્ચિત વ્યવસ્થિત આશ્રયસ્થાન ન હોય, જે હરાયાં હોય, જે શેરીમાં, ખુલ્લાં રસ્તાનો આશ્રય લઈ ગમે ત્યાં સૂઈ રહેતાં હોય એવાં કૂતરાં, બિલાડાં, ગાય, ઘોડા વગેરે માટે અંગ્રેજીમાં જૂના વખતથી street'નું વિશેષણ વપરાતું આવ્યું છે, જેમ કે street dog, street cow વગેરે. દુ:ખની અને શરમની વાત એ છે કે હવે એ વિશેષણ શેરીઓમાં રખડતા, આશ્રય વિહોણા છોકરાઓ માટે પણ વપરાવા લાગ્યું છે. Street children માટે હવે ઘણી ચર્ચાવિચારણા અને યોજનાઓ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે થવા લાગી છે.
દુનિયાના ઘણાં દેશોમાં શેરીમાં રખડતા રહીને પોતાનું ગુજરાન ચલાવતા છોકરાઓ નજરે જોવા મળશે. આવા છોકરાઓ આર્થિક દૃષ્ટિએ પછાત એવા દેશોમાં અને તેમાં પણ એનાં મોટાં મોટાં શહેરોમાં વધુ જોવા મળે છે. દુનિયામાં એક મોટો પ્રશ્ન તે અનાથ બાળકોનો છે. આ પ્રશ્ન સનાતન છે. એવો વખત ક્યારેય નહિ આવે કે જ્યારે કોઈ જ બાળક અકાળે અનાથ ન થાય. અનાથ બાળકોનો મોટો પ્રશ્ન ગુજરાનનો છે. અનાથ બાળકો ઉપરાંત વેશ્યાઓનાં બાળકો, રક્તપિત્તનો રોગ થયો હોય એવાં માતાપિતાનાં બાળકો, ગંદાગીચ વિસ્તારોમાં રહેતા દરિદ્ર કુટુંબનાં બાળકો, પોતાના મનની મરજીથી કંઈક જુદું જીવન જીવવા માટે નીકળેલાં બાળકો, દેખાદેખીથી નીકળેલાં બાળકો, માબાપે ઘરમાંથી હાંકી કાઢેલાં બાળકો, ઘરનાં ત્રાસથી ભાગી નીકળેલાં બાળકો-આમ વિવિધ પ્રકારનાં દસ બાર વર્ષથી વીસેક વર્ષનાં સંતાનો ઘર છોડીને પેટ ભરવા નીકળી પડે છે. કેટલાંક પોતાના શહેરમાં જ રખડે છે, તો કેટલાંક નજીક કે
૨૮૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org