SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ દૂરના મોટા શહેરમાં જઈને રહે છે. અન્ન, વસ્ત્ર અને આશ્રય એ ત્રણેની સમસ્યાવાળાં આવાં બાળકો, કેટલીક વાર તો ઢોરની જેમ આમતેમ રખડીને ખાવાનું શોધે છે. કેટલાંક તો એથી વધુ ખરાબ સ્થિતિમાં હોય છે. તેઓ કચરાના ઢગલામાંથી, એઠવાડમાંથી ખાવાનાં દાણાં વીણે છે અને મોટી ગટરોના વિસ્તારોમાં પડ્યા રહે છે. એમાંના કેટલાંયે અપૂરતા પોષણને કારણે કે રોગનો ભોગ બનવાને લીધે અકાળે મૃત્યુ પામે છે. આવાં શેરીનાં સંતાનોની -Street children-ની સમસ્યા વર્તમાન જગતની એક મોટી સમસ્યા છે. સમાજમાં ઘરમાં રહેતાં ગરીબ બાળકો માટે સેવાનું કાર્ય કરવાનું ક્ષેત્ર પણ ઘણું મોટું છે. વળી યુવાન ગરીબ બેકાર માણસોને રોજીરોટી મળી રહે તે માટે સરકારી સ્તરે અને સામાજિક સ્તરે ભગીરથ કાર્ય કરવાની આવશ્યકતા છે. સામાજિક કલ્યાણ માટેના વિષયો અને ક્ષેત્રો ઘણાં બધાં છે. આર્થિક રીતે સદ્ધર ગણાતા દેશોમાં પણ છોકરા-છોકરીઓની જાતજાતની સમસ્યાઓ હોય છે. અજ્ઞાન, અંધશ્રદ્ધા, કુરિવાજો, વૃદ્ધાવસ્થા, અનાથ બાળકો, મંદબુદ્ધિનાં બાળકો, જાતજાતની બીમારીઓથી પીડાતા માણસો એમ અનેક ક્ષેત્રો માનવતાવાદી કાર્ય કરવા માટેનાં છે. બધાં બધું કરી શકતાં નથી. એટલે જ કેટલાક પોતપોતાની ભાવના, રુચિ, શક્તિ, સાધનો, કાર્યકર્તાઓની સંખ્યા ઇત્યાદિ અનુસાર પોતાનું નાનકડું સેવાનું ક્ષેત્રે પસંદ કરીને એમાં સંગીન કાર્ય કરે છે. માનવતાભરી સેવાનાં કાર્યક્ષેત્રો બદલાતી પરિસ્થિતિ અનુસાર સમયે સમયે બદલાતાં રહે છે. જમાને જમાને નવી નવી દૃષ્ટિવાળા નવા નવા સમાજસેવકો વિવિધ પ્રકારની યોજનાઓ હાથ ધરતા રહે છે. છેલ્લા થોડા દાયકામાં વિશ્વનાં રાષ્ટ્રો નજીક આવ્યાં છે. આંતરરાષ્ટ્રિય વ્યવહાર વધ્યો છે. હવે માણસ પોતાનો જ દેશ, પોતાની જ કોમ કે પોતાની જ્ઞાતિ કે પોતાના શહેરના અમુક સમાજ પૂરતી સીમિત દૃષ્ટિ ન રાખતાં આંતરરાષ્ટ્રિય સ્તરે વિચારતો થયો છે. એથી જ એક દેશની સમજ કલ્યાણ - Social Welfare-ની યોજના બીજા દેશને કામ લાગે છે. એક દેશની આપત્તિમાં બીજા દેશો સહાયભૂત થવા દોડી જાય છે. જુદા જુદા દેશની જુદી જુદી સમસ્યાઓના અધ્યયન માટે અભ્યાસીઓની ટુકડીઓ આખી દુનિયામાં ફરી વળે છે અને પોતાની ભલામણો તૈયાર કરે છે. આવી રીતે જ કેનેડાની રોટરી કલબના એક સજ્જનને વિચાર આવ્યો કે દુનિયામાં શેરીમાં રખડતા બાળકોના ઉદ્ધાર માટે કશુંક કરવું જોઈએ. એ માટે એમણે શેરીનાં સંતાનો * ૨૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy