SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શેરીનાં સંતાનો કેટલાક સમય પહેલાં મુંબઈમાં તસ્વીરોનું એક લાક્ષણિક પ્રદર્શન યોજાયું હતું. એનો વિષય કોઈ ચીલાચાલુ નહિ, પણ વિભિન્ન અને વિલક્ષણ હતો. એ વિષય હતો : 'The wonderful world of street children.' આ પ્રદર્શનમાં તસવીરો Street children શેરીનાં સંતાનોની હતી. ઘરબાર વિનાના, રસ્તે રઝળતા છોકરાઓનું જીવન કેટલું કપરું ગણાય ! પરંતુ એમના આવા કષ્ટમય જીવનમાં થોડીક મોજની, આનંદની, મસ્તીની ક્ષણો પણ રહેલી હોય છે. એવી ક્ષણોને કચકડામાં ઝડપી લેવા માટે ઈનામી સ્પર્ધા રાખવામાં આવી હતી. વૈવિધ્યસભર એવી આશરે બસો તસ્વીરોનું અવલોકન કરીએ તો બેહાલ સ્થિતિમાં પણ આનંદની છોળો અનુભવનાર શેરીનાં સંતાનો માટે અને એવી વિલક્ષણ ક્ષણને ઝડપી લેનારા તસ્વીરકારો માટે માન થાય. Jain Education International આ પ્રદર્શનનું આયોજન મુંબઈની રોટરી કલબના ઉપક્રમે યોજાયું હતું. મારા મિત્ર રોટેરિયન શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતાનાં ઉત્સાહ, ધગશ, દૃષ્ટિ અને ચીવટે આ પ્રદર્શનના આયોજનમાં મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પ્રદર્શનની આ વાસ્તવિક તસ્વીરો સમજદાર જાગૃત માણસને વિચાર કરી મૂકે એવી હતી. પ્રત્યેક તસવીરને જાણે કશુંક કહેવાનું હતું. તસવીરો ભારતનાં અમુક શહેરોના થોડાક વિસ્તારોનાં રઝળતાં સંતાનોની હતી, પણ એની વાત સમગ્ર વિશ્વને સ્પર્શે એવી હતી. જીવનનો આનંદ માત્ર ધનાઢ્ય માણસો જ માણી શકે એવું નથી. શેરીનાં સંતાનો * ૨૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy