________________
વણાટકામમાં નાનાં બાળકોની કુમળી પાતળી આંગળીઓથી ડિઝાઈન પ્રમાણે આગળપાછળથી તાણાવાણા ખેંચવાનું કામ વધારે સારી રીતે થઈ શકે છે. હજારો બાળમજૂરો ત્યાં આવું કામ કાયદેસર કરે છે. ઈરાન, ઇરાક વગેરે દેશોમાં પણ ગાલીચાનાં કારખાનાંઓમાં બાળમજૂરો હોય છે.
કેટલાકને એમ લાગે છે કે પાશ્ચાત્ય દેશોની કંપનીઓને ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ વગેરે એશિયાના દેશોના બાળમજૂરો માટે કોઈ હમદર્દી ઉભરાતી નથી, પરંતુ આવા બાળમજૂરો દ્વારા થયેલા ઉત્પાદનને કારણે તેઓને વેપાર ધંધામાં તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડે છે. એટલે બાળમજૂરોના શોષણને નામે તેઓ ઊહાપોહ મચાવે છે. જો કે એવી રીતે તેઓએ ઊહાપોહ મચાવ્યો હોય તો પણ બાળમજૂરોના શોષણનું સમર્થન થઈ શકે નહિ.
કેટલાક વ્યવસાયો બાળકોને માટે આરોગ્યની દૃષ્ટિએ પણ બહુ જોખમકારક ગણાય છે. સિમેન્ટનાં કારખાનાં, ઇંટ-ભઠ્ઠી, દીવાસળી, રંગ, ફટાકડા, કાચ વગેરેનાં કારખાનાં - એવા પંદરેક પ્રકારના જોખમકારક વ્યવસાયોમાં મજૂર તરીકે બાળકોની ભરતી કરવા ઉપર પ્રતિબંધ ઘણા દેશોમાં છે. ભારતમાં પણ એવો પ્રતિબંધ છે, પરંતુ તેનો અમલ જેટલો કડક રીતે થવો જોઈએ તેટલો થતો નથી. એને પરિણામે શહેરોમાં અને ખાસ કરીને દૂરદૂરનાં નાનાં નાનાં ગામડાંઓમાં આવેલાં કારખાનાંઓમાં બાળમજૂરોનું નિર્દય રીતે શોષણ થાય છે. કેટલાંયે કારખાનાંઓનાં માલિકોને આ અંગેના કાયદાઓની પૂરી જાણકારી હોતી નથી. કેટલાકને જાણકારી હોય છે, પણ સરકારી અધિકારીઓ સાથે સંબંધ સાચવી લેવાની આવડત તેમનામાં હોય છે. બાળમજૂરોને તો પોતાના હકની ખબર જ ક્યાંથી હોય ?
બાળમજૂરોના ક્ષેત્રે દલાલીનું કામ કરનારા પણ ઘણા છે. તેઓ અતિશય ગરીબ પ્રદેશોમાંથી બળકોને, માબાપની જાણ સાથે કે જાણ વગર મજૂરી માટે દૂરના સ્થળે લઈ જાય છે કે જ્યાંથી બાળક ભાગીને પાછું ઘેર આવી ન શકે. એવા બાળકોની મજૂરીમાંથી અડધી પોતાની દલાલી તરીકે પડાવી લે છે. કેટલીક વાર બાળકને ફક્ત જેવું તેવું ખાવાનું જ અપાય છે અને ગુલામની જેમ એની પાસે કામ કરાવાય છે. ક્યારેક આવા દલાલો બાળકોની ઉઠાંતરી પણ કરે છે. અનાથ બાળકોનું તેમાં ઘણું શોષણ થાય છે.
બાળમજૂરોને નોકરીમાં રાખવાનો સરકારી સ્તરે કાયદેસર ત્યારે વિચાર કરાય છે કે જ્યારે કોઈ દેશ લાંબા સમય સુધી યુદ્ધમાં સંડોવાયેલો
બાળમજૂરોની સમસ્યા ૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org