________________
માટે અથવા પોતાનું કુટુંબ માટે તે કરી શકે છે. કુટુંબને પણ એ બાળકને ખવડાવવામાંથી રાહત મળે છે. આથી ગરીબ દેશોમાં બાળમજૂરોનું મોટું પ્રમાણ આવા ખાવાપીવાના વ્યવસાય તરફ ખેંચાયેલું રહે છે.
મધ્યમ વર્ગનાં કેટલાંક કુટુંબોનાં બાળકો ઘરે રહીને મજૂરીનું કામ કરી લે છે. બાળકો માટે સરળતાથી કામ કરીને થોડીક કમાણી કરી લેવા માટે અનેક જાતના વ્યવસાય પ્રવર્તે છે. ગુજરાત, સૌરાષ્ટ્રમાં કપાસની ઋતુમાં કાલાં ફોલવાની પ્રવૃત્તિ ઘેર ઘેર ચાલતી હોય છે. (આ લખનારે પોતે જ દસ-બાર વર્ષની ઉંમરે કાલાં ફોલવાનું, દિવાળી વખતે કૅલેન્ડરોમાં ચિત્રો ચોંટાડવાનું, તારીખ-તિથિના દટ્ટા લગાડવાનું, કાગળની કોથળીઓ બનાવવાનું એમ જુદું જુદું કામ કરેલું છે.)
કેટલાક વ્યવસાયો બાળમજૂરો માટે બહુ થકવનારા અને જોખમભરેલા હોય છે. ગરીબી અને બેકારીને કારણે બાળકોને તેવા વ્યવસાયમાં જોડાવું પડે છે. ભારતમાં આંધ્રપ્રદેશના પોચમપલ્લીમાં તથા વારાણસીનાં સાડીઓનાં કારખાનાંઓમાં, કાશ્મિર, મિરઝાપૂર, વારાણસી વગેરે સ્થળે આવેલાં ગાલીચાનાં કારખાનાંઓમાં, ફિરોઝપુરમાં કાચની બંગડીઓનાં કારખાનાંઓમાં, ગુજરાતમાં ચરોતરમાં બીડી-તમાકુનાં કારખાનાંઓમાં, દક્ષિણમાં શિવાકાશીમાં દીવાસળી અને ફટાકડાનાં કારખાનાંઓમાં એમ ઘણાં શહેરોનાં કારખાનાંઓમાં કામ કરતાં બાળમજૂરોની દશા દયાજનક હોય છે.
ભારતમાં ગાલીચા બનાવનારી કેટલીક કંપનીઓમાં મજૂર તરીકે બાળકોનો ઉપયોગ થાય છે, કારણ કે બાળકો તેવું કામ સારી રીતે કરી શકે છે અને બાળકોને ઓછી મજૂરી આપવાથી ગાલીચા બનાવનારાઓની પડતરિકંમત ઓછી રહે છે અને વેપારીઓ પોતાનાં ધંધામાં હરીફાઈનો સામનો કરી શકે છે. પરંતુ થોડા સમય પહેલાં પાશ્ચાત્ય દેશોની કેટલીક કંપનીઓએ ભારતીય કંપનીઓ પાસેથી ગાલીચા ખરીદવા અંગે એવી ધમકી આપી હતી કે જો તેઓ બાળમજૂરો પાસે કામ કરાવશે તો તેઓના ગાલીચા ખરીદવાનું બંધ ક૨વામાં આવશે. આ ધમકીને પરિણામે કેટલીક કંપનીઓએ બાળમજૂરોને છૂટા કરીને તેની જગ્યાએ પુખ્ત વયનાં મજૂરોને રોક્યા છે. આવી કેટલીક ઘટનાથી બાળમજૂરોની સમસ્યા વિશેષ પ્રકાશમાં આવે છે. ઇજિપ્તમાં ગાલીચા બનાવવાનાં ઘણાં કારખાનાંઓમાં બાળમજૂરો કામ કરે છે. સરકારની પરવાનગી લઈને આવી મજૂરી કાયદેસર કરાવાય છે. વળી સરકાર તરફથી જ બાળમજૂરો માટે ગાલીચા બનાવવાની તાલીમ આપનારી સંસ્થાઓ ચાલે છે. તેઓનો અનુભવ છે કે ગાલીચાના ૨૭૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org