________________
કે માણસ શાકે સવાયું, દૂધ દોટું અને મિષ્ટને બમણું ખાય છે. નાનાં બાળકો અથવા જેમનું વજન સરેરાશ કરતાં ઓછું હોય એવા લોકો પોતાના સવાર-સાંજના આહારમાં જો દૂધને સ્થાન આપે તો તેમનું શરીર સારું થાય છે અને વજન વધે છે.
ફ્રિજના ઠંડા કે ચૂલા પરથી ઉતારેલા ગરમ ગરમ દૂધ કરતાં ઊભરો આવ્યા પછી થોડીવારે સાધારણ ગરમ એટલે હૂંફાળું થયેલું દૂધ વધુ ગુણકારી મનાયું છે. સ્તનપાન કરાવતી માતાનું દૂધ સાધારણ ઉષ્ણ હોય છે. દોહરાવતી ગાય-ભેંસના દૂધની ધારા ઉષ્ણ અથવા હૂંફાળી હોય છે. આવું હુંફાળું દૂધ બહુ ગુણકારક મનાય છે. આવું હૂંફાળું દૂધ એક સામટું ગટગટાવવાને બદલે એક એક ઘૂંટડો મોઢામાં થોડી વાર રાખી ધીમે ધીમે ગળામાં નીચે ઉતારતા રહેવાથી અમ્લપિત્ત વગેરે રોગોમાં લાભકારક બને છે.
આપણે ત્યાં યોગવિદ્યા અને આયુર્વેદમાં એવા પ્રયોગો નોંધાયેલા છે કે જો કોઈ માણસ બ્રાહ્મણમુહૂર્તમાં (સવારે સાડાચારની આસપાસ) ગાયનું તરત કાઢેલું ધારોષ્ણ દૂધ ટટ્ટાર ઊભા રહીને નાક વાટે થોડા દિવસ નિયમિત પીએ તો એની આંખોનું તેજ એટલું વધી જાય છે કે અંધારામાં પણ તે જોઈ શકે. એવી જ રીતે કોઈ માણસ દૂઝણી ગાયની બળી (ખીરું) રોજ ખાય (તે મળવી જોઈએ) તો થોડા વખતમાં એની આંખો ગીધ પક્ષીની આંખો જેવી તીક્ષ્ણ થાય છે.
ગાયના દૂધનાં માખણ અને મલાઈનો ઉપયોગ યોગવિદ્યામાં બીજી એક વિશિષ્ટ રીતે પણ થાય છે. જે સાધકો ખેચરી મુદ્રા ધારણ કરે છે તેઓ પોતાની જીભ તળાવે સ્થિર રાખી ઉત્તરોત્તર ગળાના પાછળના ભાગમાં લઈ જાય છે. ત્યાં જીભ ચોંટેલી રાખવા માટે જીભના અગ્રભાગ પર મલાઈ અથવા માખણ ચોપડે છે. એ પછી જીભને “કપાલ-કૂહર'માં દાખલ કરી ત્યાં બ્રહ્મરંધ્ર પાસે અડાડી રાખી ધ્યાન ધરે છે ત્યારે ત્યાંથી ઝરતા સુધારસનું ચંદ્રામૃતનું પાન કરી શકે છે. આવી સાધના કરનારનું આરોગ્ય ઘણું સારું રહે છે એટલું જ નહિ તેઓ દેહ અને આત્માની ભિન્નતાનો સાક્ષાત્કાર કરી શકે છે.
જ્યાં ગામડાં છે ત્યાં ગાયભેંસના ઉછેરને અવકાશ છે. ત્યાં ડેરીના દૂધની આવશ્યકતા નથી. પરંતુ શહેરો જેમ જેમ વધતાં ગયાં અને મોટા થતાં ગયાં તેમ તેમ ત્યાં પાળેલાં પશુઓની સંખ્યા ઓછી થઈ ગઈ અને છેવટે ડેરીના દૂધની અનિવાર્યતા આવવા લાગી. વીસમી સદીમાં ડેરીના
દુગ્ધામૃત - પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org