________________
ન પડે. દૂધને વિષાપહર તરીકે ઓળખાવવામાં આવે છે. નિયમિત દૂધ લેનારની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. આપણે ત્યાં કહેવત છે કે, દૂધે વાળુ જે કરે તે ઘેર વૈદ ન જાય.”
ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઊંટડી, વાઘણ, સિહણ ઈત્યાદિના દૂધના ગુણધર્મોની પરીક્ષા આયુર્વેદમાં કરવામાં આવી છે. વિવિધ પ્રકારના રોગમાં વિવિધ પ્રકારનું દૂધ કેવી રીતે ઉપયોગી છે તેની મીમાંસા તેમાં કરવામાં આવી છે.
યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરેમાં ગાયનું દૂધ વપરાય છે. ભારત, પાકિસ્તાન, બર્મા, ચીન ઈજિપ્ત વગેરેમાં ગાય કરતાં ભેંસનું દૂધ વધુ ખવાય છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસના કેટલાક પ્રદેશોમાં બકરીના દૂધનો ઉપયોગ વધુ થાય છે. નોર્વે, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડ તથા રશિયાની ઉત્તરે રેઈનડિયરનું દૂધ વપરાય છે. દક્ષિણ યુરોપના દેશોમાં ઘેટીના દૂધનો પ્રચાર વધુ છે. જાપાન, કોરિયા વગેરેમાં દૂધનો વપરાશ ઘણો ઓછો છે. ત્યાંના લોકોને હાથે પગે રૂંવાટી ખાસ હોતી નથી. ત્યાં એવી માન્યતા છે કે દૂધ પીવાથી હાથે પગે રૂંવાટી વધે છે. એશિયાના દેશોમાં દૂધનો જેટલો વપરાશ છે તેના કરતાં યુરોપ - અમેરિકામાં વધુ છે. ગાયના દૂધ માટે આયુર્વેદમાં કહેવાયું છે :
સઘઃ શુક્રકણું શીત, સભ્ય સર્વ શરીરિણામું, જીવન બૃહણ બલ્ય, મેધ્ય વાજિકંર પર
વય સ્થાપનું આયુષ્યમ્, સંધિકારિ રસાયનમુ. ગાયનું તાજું દૂધ તરત જ શુક્રધાતુને ઉત્પન્ન કરે છે. તે શીતળ છે. બધાં પ્રાણીને અનુકૂળ છે. તે જીવન આપનારું, શરીરની વૃદ્ધિ કરનારું, બળ અને બુદ્ધિ વધારનારું તથા વાજિકર એટલે જાતીય શક્તિ વધારનાર, તે વયને સ્થિર કરનાર (યૌવનને ટકાવનાર), આયુષ્ય વધારનાર, સંધિશરીરના સાંધાઓને મજબૂત કરનાર છે અને રસાયન છે. એટલે કે શરીરમાં રહેલી સાતેય ધાતુઓને પુષ્ટ કરનાર તથા પ્રતિકારશક્તિ વધારનાર છે. દૂધ કેટલું બધું ઉપયોગી છે અને ચમત્કારિક ગુણો ધરાવે છે એ વિશે એક પાશ્ચાત્ય લેખકે Magic of Milk નામનું પુસ્તક લખ્યું છે. સર્વ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે, કારણ કે ગાય બુદ્ધિમાન, સમજદાર, માયાળુ અને માતાતુલ્ય પ્રાણી છે.
ભોજનમાં જો દૂધ કે દૂધની વાનગી હોય તો માણસને આહારની રુચિ થાય છે અને થોડો વધુ આહાર લઈ શકે છે. જૂના વખતમાં કહેવાતું
૫૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org