________________
કેટલીક વાર આમ સત્ય ઢંકાઈ જતું હોય છે તો કેટલાક પત્રકારો કશી પણ લાલચને વશ થયા વગર નિર્ભીક રીતે, ક્યારેક તો જાનના જોખમે પણ, સત્ય પ્રગટ કરતા હોય છે. પત્રકારની સત્યનિષ્ઠા આવે વખતે એને મોટું ગૌરવ અપાવે છે. આ પ્રસંગે એવા બાહોશ પત્રકારો દ્વારા સમાજસેવા કે રાષ્ટ્રસેવાનાં મોટાં કાર્યો થાય છે. વોટરગેઈટ કૌભાંડ હોય કે અંતુલે પ્રકરણ હોય, એને પ્રગટ કરવામાં પત્રકારોનો ઘણો મોટો હિસ્સો હોય છે. ઉચ્ચાસને બેઠેલા દંભી અને કપટી માણસોના તરકટોની વાત નીડર અને સત્યનિષ્ઠ પત્રકાર દ્વારા જાહેર જનતા સુધી પહોંચી શકે છે.
વર્તમાનપત્રની કચેરીમાં પ્રતિક્ષણ ચારે બાજુથી વાતો ઠલવાતી હોય છે. જે સમાચાર સમાજમાં એક રીતે પ્રચલિત હોય એ સમાચારોની પાછળ કેવાં કેવાં વહેણ અને વમળો કામ કરતાં હોય છે તેની સાચીખોટી વાતો પત્રકાર સુધી પહોંચી હોય છે. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે જે વ્યક્તિ પ્રત્યે સામાન્ય માણસો બહુ અહોભાવથી જોતા હોય છે તે વ્યક્તિ અંગત જીવનમાં કેટલી પામર હોય છે તેની ઘણી બધી વાતો પત્રકારો જાણતા હોય છે. રાજકારણના ક્ષેત્રમાં પડેલી વ્યક્તિઓ વિશે આવું સવિશેષ બનતું હોય છે. એટલે જ કહેવાય છે કે દુનિયાના ઘણાખરા રાજનેતાઓ પ્રત્યે પત્રકારોને બહુ ઓછો આદર હોય છે.
પત્રકાર પાસે જેમ સાચી વાત આવે છે, તેમ ઇરાદાપૂર્વક ખોટી વાતો પણ આવે છે. કોઈ પણ વાત પોતે વહેલી છાપ્યાનો યશ લેવાની વૃત્તિ પત્રકારને સહજ હોય છે. એથી સનસનાટીભર્યા સમાચારો છાપવામાં પાછળ ન પડી જવાય એની તકેદારી રાખવી પડતી હોય છે. પરંતુ એમ ઉતાવળ કરવામાં ક્યારેક છબરડા થઈ જાય છે. અને પત્રકારની ભૂલ તો ઘરે ઘરે ચર્ચાનો વિષય બની જાય છે. વારંવાર બનતા આવા છબરડા વર્તમાનપત્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. આથી પત્રકારે પોતાની પાસે આવતી વાતો કેટલી સાચી છે એની સવિવેક ચકાસણી કરતાં જ રહેવું જોઈએ. આવી વાતો પૂરી પાડનારના પ્રયોજન વિશે કેટલાક પત્રકારો એટલા માટે જ સકારણ વહેમી હોય છે.
પત્રકાર દરેક વખતે બધી જ સત્ય હકીકતો છાપવાનો આગ્રહ ના રાખવો જોઈએ. જે સત્ય પ્રકાશિત કરવાથી પ્રજાના એક યા બીજા વર્ગનું કે સમગ્ર રાષ્ટ્રનું માત્ર અહિત જ થવાની સંભાવના હોય તેવું સત્ય પ્રગટ ન કરવું જોઈએ. યુદ્ધ સમયે મોરચા પર લડતી પોતાના રાષ્ટ્રની સેનાઓની હિલચાલના સમાચાર પોતાને મળ્યા હોય તો પણ પત્રકારે તે પ્રગટ કરવા
વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા અ ૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org