________________
જેમ સૌથી ઊંચી અને કઠિન પરીક્ષાઓમાં પાસ થનારની સંખ્યા અલ્પ હોય છે તેમ સાધુતાની પરીક્ષામાં સારી રીતે પસાર થનારાઓ અલ્પસંખ્ય જ રહેવાના. એમાં પણ દુનિયાના જુદા જુદા ધર્મોમાં ગૃહત્યાગી સાધુસંન્યાસીઓના જે નિશ્ચિત આચાર હોય છે તેમાં સૌથી વધુ કઠિન સાધ્વાચાર જૈન ધર્મમાં ગણાયો છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અને પાંચ મહાવ્રતનું મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવેધે ત્રિવિધ અર્થાત્ નવ કોટિએ નિરતિચાર પાલન કરવું ઘણું જ દુષ્કર છે. આ પાલન પણ કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં જેટલું દુષ્કર નથી તેટલું દુષ્કર યૌવનાવસ્થામાં છે. એટલે જ ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે :
जहा अग्गिसिहा दित्ता, पाई होइ सुदुक्करा तहा दुक्कर करेउ जे तारुण्णे समणत्तणं
(જેમ અગ્નિની શિખાનું પાન કરવું દુષ્કર છે તેમ તરુણ વયમાં સાધુપણાનું પાલન કરવું દુષ્કર છે.)
ઘરબાર છોડી, માતાપિતા અને સગાંસંબંધીઓને છોડી દીક્ષા લેવાનું ઘણું અઘરું છે, પરંતુ દીક્ષા લીધા પછી તેને સાદ્યંત નિભાવવાનું એથી પણ ઘણું બધું અઘરું છે અને નિભાવવા કરતાં એને સાચી રીતે શોભાવવાનું તો દુષ્કરમાં દુષ્કર છે. સમાજની કુલ વસતિમાંથી દીક્ષિત થનારની સંખ્યા અડધા ટકાથી પણ ઓછી હોય છે અને દીક્ષિત થયેલાઓમાંથી સંયમધર્મનું સાચી રીતે પાલન કરનારાઓની સંખ્યા તો એથી પણ ઘણી ઓછી રહે છે. દીક્ષા લીધા પછી કલંકરહિત, પરંતુ ગતાનુગતિકતાપૂર્વક યંત્રવત્ દીક્ષાનો ભાર વહન કરીને જીવન જેમ તેમ પૂરું કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. આમ બનવું અસ્વાભાવિક નથી, કારણ કે આ માર્ગ જ એવો કઠિન છે.
એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણીસમાં અધ્યયનમાં કહ્યું છે :
वालुयाकवले चेव निरस्साए उ संजमे । असिधारागमणं चैव दुक्करं चरिउं तवो ।।
(સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે. તેવી જ રીતે તપશ્ચર્યાનો માર્ગ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો દુષ્કર છે.) अहिवेगंतदीट्ठीए चरिते पुत दुक्करे जवा लोहमया चेव चायेयव्वा सुदुक्करं ।।
૧૦૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org