________________
દરેકની બાબતમાં એવો ને એવો ટકી રહે એમ હંમેશાં બનવું સંભવિત નથી. મનુષ્યના ચંચલ ચિત્તને પ્રમાદમાં લપસી પડતાં વાર નથી લાગતી. ત્યાગ અને વૈરાગ્યનું જો સતત પોષણ- સંવર્ધન થતું રહે તો જ સ્થિતિ ઉત્કૃષ્ટ બને છે.
સાધુજીવનમાં ભૂલો કે સ્ખલનો ક્યારેય ન થાય એવું નથી. પરંતુ સાધુઓએ કેવા નિયમો અપનાવવા જોઈએ કે જેથી ઓછામાં ઓછી ભૂલ થાય અને થયેલી ભૂલમાંથી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત વડે નીકળી જઈને ફરી પાછા ત્યાગ-વૈરાગ્યમાં કેવી રીતે સ્થિર થઈ શકાય તેનો વિચાર ભારતીય પરંપરામાં, જૈન, હિન્દુ અને બૌદ્ધ એ ત્રણેય ધર્મમાં બહુ ઊંડાણથી થયેલો છે.
બે-ચાર ખોટા દાખલા અને એથી સમસ્ત સાધુસંસ્થાને વગોવવી તે યોગ્ય નથી. સમાજમાં કોઈ વર્ગ એવો નથી કે જેમાં કાયમને માટે બધા જ સારા અને સાચા માણસો હોય. વેપારી વર્ગમાં બે-પાંચ ખોટા અપ્રામાણિક વેપારીઓ નીકળવાના, દાક્તરના વ્યવસાયમાં કોઈક લોભી, લુચ્ચા અને બેદ૨કા૨ દાક્તરો પણ હોવાના. શિક્ષણના વ્યવસાયમાં કેટલાક અપાત્ર શિક્ષકો પણ રહેવાના; સામાજિક કાર્યકર્તાઓમાં કેટલાક અપ્રામાણિક, દંભી અને પ્રસિદ્ધિની લાલસાવાળા અભિમાની કાર્યકર્તાઓ પણ રહેવાના; રાજકારણી નેતાઓ અને પ્રધાનોમાં લાયકાત વગરનાં માણસો પણ નીકળવાનાં. આમ દરેક ક્ષેત્રમાં, દરેક વર્ગમાં કેટલાંક માણસો ખોટાં હોવાનાં; પરંતુ તેથી તે તે ક્ષેત્ર કે વર્ગનાં બધાં જ માણસો ખરાબ કે ખોટાં છે એમ ન કહી શકાય. જીવન પોતે અપૂર્ણ છે. એટલે અનેક મનુષ્યોના સમુદાય દ્વારા થથી સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા ક્યારેય સંપૂર્ણ અને આદર્શમય બની ન શકે. એટલે આવી અપૂર્ણતા સાધુસમાજમાં પણ જોવા મળે એ સ્વાભાવિક છે. જેવી પ્રજા તેવા સાધુઓ એમ પણ કોઈક કહે. તેમ છતાં સાધુઓનું સ્થાન સમાજમાં ઊંચું છે. સાધુ બનવું સ્વૈચ્છિક છે. તેમના ભરણપોષણની જવાબદારી સમાજે ઉપાડેલી હોય છે, એટલે સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની સાધુ-સમાજની જવાબદારી સવિશેષ છે. આથી જ અન્ય વર્ગ કરતાં સાધુસંસ્થા પાસેથી ઘણી વધુ અપેક્ષા રહે છે. સાધુસંસ્થામાં થોડી પણ ત્રુટિ જણાતાં તે જાહેર ચર્ચાનો વિષય બની જાય છે.
થોડાક ખોટા સાધુઓને કારણે સમગ્ર સાધુસંસ્થા નાબૂદ ન કરી શકાય. નાબૂદ કરવાનું સરળ નથી અને નાબૂદ કરવાનું સમાજના હિતમાં પણ
૧૨૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org