________________
કોઈ પણ પ્રજાની આર્થિક સમૃદ્ધિ વધતી ચાલે છે તેમ તેમ ખાનપાનના એના શોખ વધવા લાગે છે. આજે ધનાઢ્ય દેશોમાં સરખેસરખા માણસોની મંડળી જામી હોય તો તેમની વાતચીતના વિષયોમાં Food અને Motorcar એ બે વિષયો અગ્રસ્થાને હોય છે. નવરા શ્રીમંત માણસોને નવું નવું ખાવાનો શોખ જાગે છે અને તેમને પોસાય પણ છે. પરંતુ વખત જતાં તેમનું જીવન પ્રમાદી અને નિષ્ક્રિય બની જાય છે. આવા વધુ પડતા શોખને કારણે જ એવી સંસ્કૃતિઓનું કાળક્રમે પતન થાય છે. લોકોની પ્રતિકારશક્તિ ઓછી થઈ જાય છે. જીવન બેઠાડુ બની જાય છે. અને પાડોશી દુશ્મનોનું આક્રમણ થતાં તેઓ પરાજિત થઈ જાય છે. પ્રાચીન સમયમાં સમૃદ્ધ રોમન લોકોનો ખાવાપીવાનો શોખ એટલી હદ સુધી વધી ગયો હતો કે પેટ ભરીને ખાધા પછી ફરી જલદી ભૂખ લાગે એટલા માટે તેઓ ખાધેલું વમન થઈ જાય એવાં ચૂર્ણ લેતા.
વૈજ્ઞાનિકો એમ માને છે કે માણસના શરીરના પોષણ માટે બહુ આહારની જરૂર નથી. માણસ પેટ ભરીને જે ખાય છે તેના કરતાં થોડું ઓછું ખાય તો પણ એના આરોગ્યને અને આયુષ્યને વાંધો આવે નહિ. ઊલટાનું વૈજ્ઞાનિકો, તબીબો કહે છે કે વધુ ખાવાથી માણસના આરોગ્ય ઉપર માઠી અસર થાય છે. દિગમ્બર સાધુઓ જીવન પર્યન્ત દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેતા હોય છે અને તે પણ બત્રીસ કોળિયા જેટલા મર્યાદિત પ્રમાણમાં. તો પણ તેઓના સરેરાશ આયુષ્યને કોઈ વાંધો આવતો નથી. એટલું જ નહિ, આવી દિનચર્યાને કારણે કેટલાંક તો એંશી, નેવું કે સો વર્ષ સુધી જીવે છે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવાથી, ઊણોદર રહેવાથી આરોગ્ય એકંદરે સારું રહે છે એ તો સર્વસ્વીકૃત મત છે. શરીરને જોઈએ તેના કરતાં વધુ આહાર જો લેવામાં આવે તો પાચનમાં તકલીફ ઊભી થાય છે, શરીરમાં તે ચરબીરૂપે જમા થાય છે અને ચરબીને કારણે માણસને બીજા ઘણા રોગો થાય છે.
માણસ વધુ પૌષ્ટિક, ચરબીયુક્ત આહાર લે અને તે પચાવવા માટે તેની સાથે વધુ વ્યાયામ કરે તો તે આહારનું પાચન થઈ જાય છે, પરંતુ શરીરમાં ચરબી તો જમા થાય જ છે. જાપાનમાં “સુમોના નામથી જાણીતા કુસ્તીબાજો રોજેરોજ ઘણું બધું ખાય છે. તેની સાથે ઘણી બધી કસરત કરે છે. તેમના શરીરમાં ઘણી તાકાત હોય છે. આમ, તેઓ શરીર જમાવતા જાય છે. એટલે એક “સુમો કુસ્તીબાજ સરેરાશ પાંચ-છ માણસના કુલ વજન કરતાં વધુ વજનવાળો હોય છે. આમ છતાં વધુ પડતી ચરબી અને
માયને મસાપારા એક ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org