________________
સમગ્ર ભારતનું જાતે ફરીને નજરે અવલોકન કર્યા પછી રચનાત્મક કાર્યક્રમોમાં સ્વચ્છતાને પણ મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. જેમાં કશું જ ખર્ચ થતું નથી અને લોકો સ્વેચ્છાએ ફાજલ સમય આપીને પોતપોતાના વિસ્તારમાં સારી સ્વચ્છથા જાળવી શકે એમ હોય છે એવા સ્વચ્છતાના અભિયાનનું આયોજન સામાજિક સ્તરે થવું જોઈએ. અજ્ઞાન, આળસ અને જાગૃતિના અભાવે લોકો ગંદકીમાં રહેવાને ટેવાઈ ગયા છે. ગંદકી તેમને ખૂંચતી નથી. એટલું જ નહિ, ગંદકી તેમને ગંદકી લાગતી નથી. પરિણામે ગંદકીના કારણે વારંવાર રોગચાળાની અને મૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. બાળકો ઉપર એની વધુ અસર થાય છે. શરમજનક વાત તો એ છે આપણી કેટલીયે સરકારી કે બિનસરકારી હોસ્પિટલો પોતે જ ગંદી હોય છે. કોઈક ચેપી રોગની શરૂઆત હૉસ્પિટલમાંથી જ થાય છે. આ દિશામાં સક્રિય પગલાં લેવાવાં જોઈએ. વળી પ્રાથમિક શાળાનાં બાળકોમાં જો સ્વચ્છતાના અને આરોગ્યના શિક્ષણ ઉપર ઘણો બધો ભાર આપવામાં આવે તો આવા કિસ્સા ઓછા બને. એ માટે કરેલું ખર્ચ અવશ્ય લેખે લાગશે.
કેટલાંયે બાળકો મા-બાપની આર્થિક સ્થિતિને કારણે, તેઓમાંના આપસના ઝઘડાને પરિણામે, દોસ્તારોની ખોટી સોબતને કારણે, ચલચિત્રોટી.વી ની માઠી અસરના પરિણામે ઘર છોડીને ભાગી જાય છે અને ગુનાઓમાં સંડોવાય છે. પછાત દેશોમાં આવા બાળગુનેગારોનું પ્રમાણ વધુ હોય એ દેખીતું છે. બાળકોની ઉપેક્ષાનું એ પરિણામ છે.
કેટલાંક મા-બાપ કે ઘરનાં વડીલો નાનાં બાળકોને નાની-મોટી પરચૂરણ નોકરીમાં જોડી દે છે. એથી કુટુંબની આર્થિક ચિંતા થોડી હળવી થાય છે, પણ બાળકનું શોષણ થાય છે અને એક તેજસ્વી કારકિર્દી રગદોળાઈ જાય છે. વિશ્વમાં બાળમજૂરોની સમસ્યા પણ ઘણી મોટી છે. એના નિરાકરણ માટે સમાજહિતચિંતકો વિવિધ ઉપાયો યોજે છે. પરંતુ બેચાર વર્ષમાં સંપૂર્ણ ઉકેલ આવી જાય એવી આ સમસ્યા નથી. એનાં મૂળ ઘણાં ઊંડાં છે અને સ્થાપિત હિતો જબરાં છે.
- ઘરમાં વડીલો અને શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને માર મારવાના બનાવો ઘણા બને છે. મારની ધાક વગર બાળક સુધરે નહિ એ ખયાલ હવે જુનવાણી થઈ ગયો છે. “બુધે છોકરું છાનું રહે' અથવા “સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ' જેવી કહેવતો હવે કાલગ્રસ્ત થઈ છે. કેટલાયે પ્રગતિશીલ દેશોમાં આવી શિક્ષા પર હવે પ્રતિબંધ છે. બાળમાનસ (Child Psychology)નો અભ્યાસ દુનિયાભરમાં થવા લાગ્યો છે
બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org