________________
કોઈ પણ પ્રજા અતિશય સમૃદ્ધ બને છે ત્યારે તેનામાં ભોગ અને વિલાસિતા આવ્યા વગર રહેતાં નથી. આનંદનો અતિરેક માણવા મનુષ્યો નવા નવા નુસખા શોધે છે. એમાંના કેટલાક નુસખા સાદા હોય છે, તો કેટલાક ભયંકર હાનિકારક હોય છે. ભોગ અને વિલાસિતાની સાથે સ્વચ્છંદતા, શિથિલાચાર, સાહસ, અભિમાન વગેરે વ્યાપક બને છે. ભૌતિક સમૃદ્ધિમાંથી માણસ દુર્ગુણો તરફ ઘસડાય છે. ભયંકર વ્યસનોનો તે ભોગ બને છે. સમય જતાં પ્રજા પાયમાલ થાય છે. ક્યારેક તે વિદેશી રાજ્યના આક્રમણનો ભોગ બને છે.
જેમ અતિશય સમૃદ્ધિમાંથી કેટલાક દુર્ગણો જન્મે છે અને વ્યસનો પ્રચલિત થાય છે તેમ અતિશય ગરીબીમાંથી પણ કેટલાક દુર્ગુણો જન્મ છે અને માણસ વ્યસનો તરફ ઘસડાય છે. એક પ્રાચીન કાળથી માનવજાત એક યા અન્ય પ્રકારના વ્યસનમાં સપડાયેલી અને દુર્ગુણોનો ભોગ બનેલી જોવા મળે છે.
આપણા શાસ્ત્રકારોએ અને ધર્માચાર્યોએ છેક પ્રાચીન સમયથી સાત પ્રકારનાં વ્યસનોથી મુક્ત રહેવાનો બોધ આપ્યા કર્યો છે :
द्यूतं च मांस च सूरा च वेश्या, पापर्द्रि-चोर्ये परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके,
धोरातिधोरं नरकं नयन्ति । જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન - આ સાત પ્રકારનાં વ્યસનો માણસને ઐહિક જીવનમાં પાયમાલ કરે છે અને એના આત્માને દુર્ગતિમાં ધકેલે છે.
જુગાર રમતાં પાંડવોને અને નળ રાજાએ રાજ્ય ખોયું હતું. મદ્યપાનથી ભગવાન કૃષ્ણના યાદવ વંશનો નાશ થયો હતો. શિકારથી દશરથ રાજા દૂષિત થયા હતા. માંસલોલુપતાને કારણએ શ્રેણિક રાજાની નરકમાં ગતિ થઈ હતી. પરસ્ત્રીગમનને કારણે રાવણનું મૃત્યુ થયું હતું. વેશ્યાને લીધે કયવત્રા શેઠ નિર્ધન થઈ ગયા હતા. ચોરીથી વિનષ્ટ થયેલાનાં તો અનેક ઉદાહરણ છે. વ્યસનોથી ધન, કીર્તિ, પ્રીતિ, દયા, કુળ વગેરેનો નાશ થાય છે.
આવૃત્તિ, આવર્તન - Repetition ફરીફરીને કરવું તે વ્યસનનું મુખ્ય લક્ષણ છે. શરૂઆતમાં વ્યસનના સેવનથી માણસને ઘણઓ આનંદ આવે છે; તાજગી અનુભવાય છે; ઉલ્લાસ પ્રગટ થાય છે; ચહેરા પર તેજ પ્રગટે
કેફી પદાર્થોનો વધતો પ્રચાર ક ૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org