________________
જેમ ગુણ રહેલો છે તેમ સાજા માણસને માંદો પાડવાની, મારી નાખવાની શક્તિ પણ રહેલી છે. ઔષધોનું સંશોધન કરનારાઓ એકંદરે તો મનુષ્યના કલ્યાણને લક્ષમાં રાખીને સંશોધન કરે છે. ક્યાં ક્યાં ઔષધો કેવી કેવી રીતે માણસને નુકસાન કરી શકે છે તેની ચેતવણી પણ સંશોધકો આપતા હોય છે. ઔષધિઓનું સંશોધન કરનારાઓ માત્ર કમાણીની સ્વાર્થી વૃત્તિથી તેમ કરે એ યોગ્ય ન ગણાય. એમના હૃદયમાં મનુષ્યના જીવનને બચાવવાનો કે એની પીડાનું નિવારણ કરી એને સાજો કરવાનો શુભ આશય રહેલો હોય એ વધુ ઇષ્ટ ગણાય. એવો આશય જ્યાં નથી હોતો અને લોકોની લાચારીનો ગેરલાભ ઊઠાવીને ધન કમાઈ લેવાની સંકુચિત સ્વાર્થી વૃત્તિ હોય એવા સંશોધકોની સામાજિક પ્રતિષ્ઠા બહુ જામતી નથી.
ઉમરગામવાળા સ્વ. જગજીવન બાપુ સમર્થ યોગી હતા અને વનસ્પતિઓ તથા ઔષધોના અચ્છા જાણકાર હતા. એમણે એક વખત અમને કહેલું કે પોતે જંગલમાં જાય અને કોઈ અપરિચિત વનસ્પતિ જુએ તો એને પ્રથમ પ્રણામ કરી ભક્તિભાવપૂર્વક એની પાસે બેસે. એની સાથે જીવંત આત્મીયતા કેળવીને જાણે એની સાથે મૌન વાર્તાલાપ કરે. એની પાસે ધ્યાનમાં બેસે એટલે વનસ્પતિ પોતાના ગુણધર્મ એમની આગળ છતા કરતી. એ વનસ્પતિનો ઉપયોગ પોતે લોકોની સુખાકારી માટે જ ક૨શે અને લોકોને મા૨વા, પરેશાન કરવા નહિ કરે એવું એને મનોમન વચન આપતા. એમ કરવાથી એવી વનસ્પતિના વિવિધ ઔષધોપચાર પોતે કરી શકેલા. ભારતીય આયુર્વેદનું આ એક મહત્ત્વનું શુભ લક્ષણ રહેલું છે. એટલે જ આયુર્વેદમાં વનસ્પતિના અને ઇતર પદાર્થોના ઉપચારો જ મુખ્યત્વે બતાવવામાં આવ્યા છે. પશુપંખીઓ વગેરેને મારીને તેનાં માંસ, રુધિર વગેરેમાંથી ક૨વામાં આવતી ઔષધિઓના પ્રયોગોની કદાચ જાણ કારી હોય તો પણ તેનો પ્રચાર કે હિમાયત નથી. અલબત્ત, ગોમૂત્ર, ઉંદરની લિંડી, ઘોડાની લાદ, ગાયનું છાણ, હાથીની પૂંછડીના વાળ વગેરેના નિર્દોષ પ્રયોગો છે; જીવહિંસા થતી હોય એવા ઉપચારોનો પ્રચાર નથી. પાશ્ચાત્ય દેશોમાં એકંદરે પ્રજા માંહાહારી છે. એટલે પશુપક્ષીઓને, જળચરોને, જીવડાંઓને મારીને એના જુદા જુદા અવયવોનાં અર્કનું મિશ્રણ કરીને ઔષધિઓ બનાવવામાં તેમને કોઈ બાધ હોતો નથી. ભાવનાઓનું આવું વૈવિધ્ય-વૈષમ્ય દવા બનાવવાના ક્ષેત્રે રહેલું છે. મરવા પડેલો માણસ જીવતદાન મળતું હોય તો ગમે તેવા ઉપચાર કરવા તૈયાર થાય છે, પરંતુ કેટલાક મહાત્માઓ કે ઉદ્દાત મહાનુભાવો પ્રાણના ભોગે પણ આવા
૨૭૦ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org