________________
સમુદ્ર સુધી પહોંચવામાં તેને જોઈએ તેટલું લાંબું અંતર મળતું નથી. નૌકાવિહાર કરી શકાય એવો એનો લાંબો અને વિશાળ પટ તો છેલ્લા ચાલીસેક માઈલ જેટલો માંડ હશે. રેવાના કંકર એટલા શંકર એ કહેવત બતાવે છે કે રેવાનો પ્રત્યેક પથ્થર પૂજનીય છે. રેવાકાંઠે શંકર ભગવાનનાં ઘણાં બધાં મંદિરો આવેલાં છે. પરંતુ રેવામાતા બીજી માતાઓ કરતાં જલ્દી પ્રસન્ન નથી થતાં, દુરારાધ્ય છે એવી એક માન્યતા છે. રેવામાતાને પ્રસન્ન કરવાં હોય તો તપ વધારે કરવું પડે. રેવાના કાંઠે ભૃગુઋષિ અને બીજાઓએ ઘણું તપ કર્યાના પૌરાણિક ઉલ્લેખો મળે છે. વળી રેવામાતાને કિનારે યોગિનીઓનો વાસ છે. ભક્તિ કરતાં પણ યોગસાધના વધુ અઘરી છે. એટલે રેવામાતા- નર્મદા માતા જલદી પ્રસન્ન થતાં નથી એવી માન્યતા પ્રચલિત બની હશે. નર્મદા નર્મ અર્થાત્ આનંદ આપનારી માતા છે. નર્મદાને શર્મદા તરીકે પણ આળખાવવામાં આવે છે, કારણ કે જો તે પ્રસન્ન થાય તો શર્મ અર્થાત્ કલ્યાણ, સુખ આપનારી નીવડે છે.
ભારતની તમામ નદીઓમાં પરિક્રમાનું સવિશેષ માહામ્ય માત્ર નર્મદા નદીનું જ છે. અન્ય નદીઓની પરિક્રમાનો બહુ મહિમા નથી. એ નદીઓના કિનારે ચાલતાં જઈને તેની પરિકમ્મા કરવાનું કિન રાની સપાટ જમીનને કારણે બહુ અઘરું પણ નથી. પરંતુ નર્મદા નદી જે રીતે રુદ્ર ભેખડો, ખડકો અને બિહામણાં જંગલોમાંથી વહે છે એ દૃષ્ટિએ એ પ્રદેશમાં બંને કિનારે ચાલવાનું બહુ અઘરું અને સાહસભર્યું છે. એથી જ એનો મહિમા વધુ મનાયો છે. નર્મદાની પરિક્રમા (પરકમ્મા) કરનારે નદીના કિનારે કિનારે પગે ચાલવાનું હોય છે. રોજ ઓછામાં ઓછી એક વાર નદીનાં દર્શન કરવાનાં હોય છે. પીવાના પાણી તરીકે અને રસોઈ બનાવવામાં નદીનું પાણી જ વાપરવાનું હોય છે. આ રીતે મધ્યપ્રદેશમાં અમરકંટકથી શરૂ કરી ભરૂચ-ઝાડેશ્વર પાસે સમુદ્ર સુધી પહોંચવાનું હોય છે. નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં વહાણમાં બેસી સામે કાંઠે જવાનું હોય છે. અને ત્યાંથી ફરી પાછાં સામે કાંઠે કિનારે કિનારે ચાલતાં ચાલતાં છેક મૂળ સુધી - અમરકંટક સુધી પાછાં ફરવાનું હોય છે. લગભગ ૧૫૦૦ માઈલની આ પરિક્રમા થાય છે.
નર્મદાની પરિક્રમા બીજી રીતે પણ કરાય છે. કેટલાક લોકો આ પરિક્રમામાં સમુદ્રને ઓળંગતા નથી, પરંતુ ઊગમસ્થાનથી બેય કિનારે સમુદ્ર સુધી જઈને પાછાં આવે છે. લગભગ ત્રણ હજાર માઈલની આ પરિક્રમા વધુ કઠિન છે. રેવા માતાને પ્રસન્ન કરવાં હોય તો આવી કઠિન પરિક્રમા
દુરારાધ્ય દેવામાતા : ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org