________________
સંઘની પ્રવૃત્તિ વિષયક વિચારો રમણભાઈના જીવનમાં અગ્રસ્થાને રહેતા. જેમ રમણભાઈના હૃદયમાં આ સંસ્થા અગ્રસ્થાને હતી તેમ સંસ્થાના હૃદયમાં રમણભાઈ આજે પણ જીવંત છે. સંસ્થાએ રમણભાઈ માટેના અનન્ય, અખૂટ પ્રેમ, લાગણી, અને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તથા રમણભાઈની મૃતિ જાળવવા એક વિશાળ સમારંભનું આજે આયોજન કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે.
આવી સતત વિકાસશીલ સંસ્થા સાથેનો સંબંધ એ અમારા પરિવાર માટે ગૌરવ અને ધન્યતાનો અનુભવ છે. રમણભાઈ સહુના હતા અને સહુનાં હૃદયમાં તેમનું પ્રેમભર્યું સ્થાન છે તે જાણીને આનંદની, કૃતાર્થતાની લાગણી અમે અનુભવીએ છીએ.
આ સમારંભને સફળ બનાવવા ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ સિંચી છે, સર્ભાવપૂર્વક સમય આપ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે કૃતજ્ઞ ભાવથી, આભારથી તે સહુને અમારું મસ્તક નમે છે.
કોનો કોનો આભાર માનું ?
સહુ પ્રથમ આભાર પરમહિતકારી પરમાત્માનો જેણે મારા પતિ ડૉ. રમણભાઈને અઢળક ભાવ દર્શાવનારા આવાં સ્નેહીજનો આપ્યાં.
આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પૂર્વ કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ સંધના સભ્યોનો અને વિશેષત: વર્તમાન કાર્યવાહક સમિતિના પદાધિકારીઓ, પ્રમુખ-શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ઉપપ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શાહ, મંત્રીઓ-શ્રીમતી નિરુબહેન શાહ, શ્રી ધનવંતભાઈ શાહ, સહમંત્રી શ્રી વર્ષાબહેન શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરીનો અને સમિતિના અન્ય સભ્યો તેમજ સંઘના સર્વ સભ્યોનો. જેમનાં સદૂભાવભર્યા નિર્ણયને અને તેને અનુરૂપ કાર્યવાહીને કારણે આ પ્રસંગનું અને ગ્રંથોનું નિર્માણ થયું.
- આભાર ત્રિશલા ઈલેક્ટ્રોનિક્સના સૂત્રધાર શ્રી શાંતિભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો જેમણે યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડૉ. રમણભાઈએ આપેલા વ્યાખ્યાનોની કેસેટો ઉપરાંત ઉપલબ્ધ અન્ય કેસેટો સમાવી લઈને ડૉ. રમણભાઈના વ્યાખ્યાનોની સી.ડી. તૈયાર કરી, “પ્રબુદ્ધ જીવનના નવેમ્બરના શ્રદ્ધાંજલિ અંક અને જાન્યુઆરીના સ્મરણાંજલિ અંકમાં સંદેશા મોકલનારા અને રમણભાઈને આદરાંજલિ આપતા લેખો માટે પૂ. સાધુસાધ્વી સમુદાય, સંતો, સ્વજનો, વડીલો, મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનોનો આભાર માનું એટલો ઓછો છે. તે સહુના અંતરસ્તલમાંથી પ્રેમના, પ્રશંસાના, ગુણાનુરાગના, કૃતજ્ઞતાના ભાવો કેવા છલકાય છે! વિશેષતઃ ડૉ. કુમારપાળ દેસાઈનો સહુ પ્રથમ રમણભાઈના જીવનની લંબાણથી વિગતો આપી ગુજરાત અને મુંબઈના વર્તાનપત્રોમાં શ્રદ્ધાંજલિ લેખ આપવા
17.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org