________________
બધી જ બાબતોનો અભ્યાસ કરી રસપૂર્વક તેમાં સક્રિય ભાગ લે છે એવું નથી હોતું. કેટલાયે સભ્યો ભથ્થો મેળવવામાં, હકથી મળતી સગવડો ભોગવવામાં નવી નવી ઓળખાણો કરવામાં, નવા સંબંધો બાંધવામાં, મિત્રો, સગાસંબંધીઓનાં સાચાં-ખોટાં કામ જલદી કરાવી આપવામાં પોતાના પદનો ઉપયોગ કરે છે. જેમાં રાજ્યની ધારાસભા માટે કહી શકીએ તેમ કેન્દ્ર સરકારની લોકસભા માટે પણ કહી શકાય. વ્યક્તિ જે પ્રદેશમાંથી ચૂંટાઈ આવેલી હોય ત્યાં તે ભલે બહુ જ લોકપ્રિય હોય, પરંતુ લોકસભામાં બેસવા જેટલી ઊંચી, સમર્થ પ્રતિભા તેની પાસે નથી હોતી. આખા રાષ્ટ્રના પ્રશ્નો વિશે વિચારવાનું તેનું ગજું નથી હોતું. જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલી અને લોકસભાના સભ્ય બનેલી એવી કેટલીય વ્યક્તિઓના ચહેરા ઉપર મોટું પદ મળી જવાને કારણે કદાચ કેટલુંક કૃત્રિમ તેજ દેખાશે, પરંતુ એવી વ્યક્તિઓ પણ ભાડભથ્થાં મેળવવામાં, સંબંધો બાંધવામાં, સમિતિઓ અને સરકારી કમિશનોમાં સભ્ય તરીકે ઘૂસી જવા માટે પ્રયત્ન કરવામાં, મિત્રો-સંબંધીઓમાં સાચાં-ખોટાં કામ, પોતાને મળેલી લાગવગ વાપરીને કરાવી આપવામાં પ્રયત્નશીલ રહે છે. દેશના સળગતા પ્રશ્નોમાં તેને રસ નથી. એવો એમનો અભ્યાસ પણ નથી હોતો. રસ અને અભ્યાસ હોય તો પણ પોતાનો સ્વતંત્ર મત વ્યક્ત કરવાની બાબતમાં એને પક્ષની શિસ્તની મર્યાદામાં રહેવું પડે છે. પરિણામે પાર્લામેન્ટમાં ઘણા વિષયોની ચર્ચામાં કેટલીક વાર કોરમ કરતાં પણ ઓછા સભ્યોની હાજરી રહ્યા કરે છે. મતદાન થવાનું હોય અને પક્ષનો આદેશ હોય ત્યારે ફરજિયાત હાજરી આપવાનું બને છે. નહિ તો પાર્લામેન્ટના પણ ઘણાખરા સભ્યોને દેશના હિતના પ્રશ્નોની ચર્ચામાં રસ હોતો નથી. દેશના વિભિન્ન ભાગોમાંથી ચૂંટાઈને દિલ્હીમાં બેઠેલા એવા કેટલાક સભ્યોને જ્યારે જોઈએ છીએ ત્યારે લાગે છે કે એમનું સ્થાન એમના જિલ્લામાં જ બરાબર છે. અહીં તો તેઓ અજાણ્યા ક્ષેત્રમાં આવી પડેલા અસમર્થ, તેજહીન Misfit જેવા લાગતા હોય છે. કેટલાક તો આવા મોટા ક્ષેત્રમાં આવીને લઘુતાગ્રંથિ અનુભવતા હોય છે.
આપણા દેશમાંથી રાજાશાહી નાબૂદ થઈ. પરંતુ લોકશાહીના નામે ધોળા હાથીઓ ઊંચા સ્થાને બેસી ગયા છે. એનો આર્થિક બોજો સમગ્ર રાષ્ટ્રને ઉઠાવવો પડે છે તે તો ખરું, પરંતુ આવા નવરા લોકો અનેક ખટપટો કરીને દેશનું નખ્ખોદ વળાવે છે એ નુકસાન પણ જેવું તેવું નથી.
ભારતમાં લોકશાહી છે. એંસી કરોડ જેટલી જનતાનું રાષ્ટ્ર લોકશાહી
૩૪૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org