________________
ઢબે ચાલે છે. આખી દુનિયામાં મોટામાં મોટી લોકશાહીની દૃષ્ટિએ એ અપૂર્વ સિદ્ધિ છે પરંતુ લોકશાહી એ સંપૂર્ણ રાજ્યવ્યવસ્થા નથી. અન્ય કેટલાક પ્રકારની રાજ્યવ્યવસ્થા કરતાં આ રાજ્યવ્યવસ્થા વધુ સારી છે. જેમ પ્રજા વધુ સુશિક્ષિત, સાધનસંપન્ન, પ્રામાણિક, હિતાહિતનો વિચાર કરવાની શક્તિવાળી તેમ લોકતંત્ર વધુ કામિયાબ નીવડે. જેમ પ્રજામાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધારે તેમ લોકશાહીમાં અપ્રામાણિકતાનું અને નિષ્ઠાના અભાવનું તત્ત્વ વધુ પ્રમાણમાં રહ્યા કરે. ભારતમાં તો જુદા જુદા ધર્મોના, ભાષાઓના અને પ્રદેશોના પ્રશ્નો છે, જે લોકશાહીને વારંવાર કચડી નાખે છે. આ બધું ઓછું હોય તેમ ભારતમાં રાજદ્વારી પક્ષો પણ ઘણા બધા છે. એટલે ભારતની લોકશાહીનાં ચીર ખેંચવાવાળાં પરિબળો ઘણાં બધાં છે. પરંતુ ચીર પૂરવાની શક્તિ ધરાવનાર મહાન નેતાઓ દેખાતા નથી.
લોકશાહીમાં રાજદ્વારી પક્ષ વગર ચાલે નહિ અને પક્ષ પ્રત્યેની વફાદારી દરેક વખતે દેશના હિતમાં જ હોય છે એવું નથી. કેટલાક રાજદ્વારી નેતાઓ પક્ષના સ્વાર્થને જેટલું મહત્ત્વ આપે છે તેટલું રાષ્ટ્રહિત એમના હૈયે હોતું નથી. “દેશનું જે થવાનું હોય તે થાય, અમારો પક્ષ મજબૂત બનવો જોઈએ' - એવી સંકુચિત ભાવના તેમનામાં પ્રબળ હોય છે.
લોકશાહીમાં વિભિન્ન પક્ષો અને પક્ષીય રાજકારણ મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્ય હોવાથી મહત્ત્વના પ્રશ્નો વિશે વિભિન્ન મત પ્રવર્તે એ સ્વાભાવિક અને જરૂરી છે. એકસરખી વિચારસરણી ધરાવનાર લોકોના જૂથમાંથી પક્ષની રચના થાય છે. જો પક્ષને સમર્થ અને સંનિષ્ઠ નેતાગીરી સાંપડી રહે તો પક્ષ વૃદ્ધિ પામે છે. કાળક્રમે તે બહુમતી પક્ષ બની શકે છે. લોકશાહીમાં વિરોધ પક્ષનું કાર્ય અને કર્તવ્ય સરકારને સતત જાગૃત રાખવાનું અને એની ભૂલો બતાવવાનું છે. સરકાર જો ગેરમાર્ગે જતી હોય તો લોકમત કેળવીને વિરોધ પક્ષો સરકારને પરાજિત કરી શકે છે અને પોતે સત્તાસ્થાને આવી શકે છે. કેટલાક લોકશાહી દેશમાં મુખ્ય બે જ પક્ષ હોય છે અને તે બેમાંથી કોઈ પણ એક સત્તારૂઢ બને છે. ભારતમાં લોકશાહી છે અને ભારતીય બંધારણમાં દુનિયાનાં બધાં બંધારણોમાંથી શક્ય એટલાં શુભ લક્ષણોનો સમન્વય કરવામાં આવ્યો છે. એ એના ગુણપક્ષે છે, તો બીજી બાજુ વ્યવહારમાં એ કેટલેક અંશે એના દોષપક્ષે પણ છે, કારણ કે ભારતમાં ઘણા બધા લોકો અશિક્ષિત છે, ઘણા
વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ - ૩૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org