________________
છે. નાની વાતે તોફાનો મચાવવાં, હુલ્લડો કરાવવાં, સરકારી માલમિલકતને નુકસાન પહોંચાડવું, અનેક નિર્દોષ માણસોના જાન જાય એવાં કાર્યો કરાવવાં તે છે. પ્રજામાં સરકારની ખરાબ છાપ ઊભી કરવા માટે અને લોકોની નજ૨માં સ૨કા૨ને નીચી ઉતારી પાડવા માટે આ એક જ કારગત દાવપેચ છે એવી કુટિલ અને કુત્સિત અંગત માન્યતા ભારતના કેટલાક રાજદ્વારી પુરુષોની છે. આ આપણું મોટું દુર્ભાગ્ય છે. આવડા મોટા દેશમાં તોફાનો માટે નિમિત્તો શોધવા જવાં પડે તેમ નથી. યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે ન લેવી, બસનું ભાડું વધારવું કે ન વધારવું કે એવા બીજા કોઈ પણ પ્રકારના નજીવા પ્રશ્નો ઉ૫૨ મોટાં હિંસાત્મક આંદોલનો જગાવતી વખતે વિરોધ પક્ષનું લક્ષ સ૨કા૨ને બદનામ કરવા સિવાય બીજું નુકસાન પહોંચે છે. જાણી-જોઈને ટ્રેનના અકસ્માતો કે બોમ્બ-વિસ્ફોટ વગેરે દ્વારા અનેક નિર્દોષ માણસોના જાન જાય છે.
બીજી બાજુ સત્તારૂઢ પક્ષ પણ નાની વાતે હઠ પકડીને બેસી જાય છે, પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે છે. અને છેવટે વાત જ્યારે વકરી જાય છે ત્યારે જ તેની આંખ ઊઘડે છે. છેલ્લા દોઢ-બે દાયકામાં સત્તારૂઢ પક્ષો તરફથી કે વિરોધ પક્ષો તરફથી રાજ્યોમાં કેન્દ્ર સરકારમાં ડહાપણભરી અને નિષ્ઠાભરી ઊંચી નેતાગીરી પ્રમાણમાં આપણને ઘણી ઓછી સાંપડી છે એ આપણું દુર્દેવ છે.
પોતાના રાષ્ટ્રના સર્વોચ્ચ સત્તાસ્થાને આવેલા દુનિયાના રાજદ્વારી નેતાઓમાંના લગભગ બધા જ પોતાના રાષ્ટ્ર સિવાય બીજા રાષ્ટ્રના લોકોના કલ્યાણનો વિચાર ઓછો કરે છે. પોતાના રાષ્ટ્રનો સ્વાર્થ એ સૌથી મહત્ત્વની વસ્તુ આજે બની ગઈ છે. પોતાના રાષ્ટ્રમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને પોતાના રાષ્ટ્રની આર્થિક સમૃદ્ધિ વધતી રહે એટલા માટે પાડોશી રાજ્યોમાં અને દૂર દૂરનાં રાષ્ટ્રોમાં પણ એક નહિ તો બીજા નિમિત્તે હોળી સળગતી રહે એ માટે મોટી સત્તાઓના દાવપેચ સતત ચાલ્યા કરે છે. જો જાગૃત ન રહીએ તો પોતાના રાષ્ટ્ર ઉપર બહારથી આક્રમણ કે આફતનો ભય રહ્યા કરે છે. ‘આપણા ઘરમાં શાંતિ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી પાડોશીના ઘરમાં અશાંતિ છે' એ સૂત્ર કંઈક અંશે વ્યવહારુ હોય તો પણ મલિન વૃત્તિનું છે. પોતાના રાષ્ટ્રના હિતને ખાતર દુનિયાના અનેક દેશોને બરબાદ કરવા તરફ મોટાં બળવાન રાષ્ટ્રોનું લક્ષ્ય રહ્યા કરે છે. વિશ્વના ભાવિની દૃષ્ટિએ આ એક મોટું અશુભ લક્ષણ ગણાય. પોતાની શસ્ત્રશક્તિના પ્રભાવે અનેક રાષ્ટ્રોમાં પોતાના ગુપ્ત એજન્ટો દ્વારા કંઈક
વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ * ૩૪૯
Jain Education International
–
For Private & Personal Use Only
www.jainelibrary.org