________________
જાય છે. અનેક દાખલાઓમાં દામ્પત્યજીવનનું ઊંડાણ કેવું અતલ હોય છે અને એનું મૂલ્ય કેટલું બધું હોય છે તેની કલ્પના, આવું સપાટી પરનું જીવન જીવનારાઓને ક્યારેય આવી શકતી નથી.
દામ્પત્યજીવન અને ગૃહસ્થ જીવન ઉપર ધર્મનો પ્રભાવ પણ ઘણો મોટો હોઈ શકે. ભારતની પ્રજા જન્મ જન્માંતરમાં અને ઋણાનુબંધમાં માને છે. ભારતમાં લગ્ન સંસ્થાના પાયામાં ધર્મની સ્થાપના બહુ પ્રાચીન સમયથી છે, વેદો, ઉપનિષદો, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કયસ્મૃતિ, ગુહ્ય સૂત્ર, મહાભારત, રામાયણ ઇત્યાદિ ગ્રંથોમાં દામ્પત્યજીવનનો મહિમા સપેરે ગવાયો છે. પ્રીતિયોગ તરીકે એને બિરદાવવામાં આવ્યો છે. અગ્નિની સાક્ષીએ થતાં લગ્નમાં બોલાતી સપ્તપદીમાં અનેરી ભાવનાઓ પણ ગૂંથી લેવામાં આવી છે.
બીજી બાજુ પાશ્ચાત્ય જીવનમાં સામાન્ય રીતે જન્મ જન્માંતરની વાત નથી. પ્રાપ્ત થયેલા જીવન પૂરતી જ વાત ત્યાં હોય છે. એ જીવનને સ્થૂળ દૃષ્ટિએ વધુમાં વધુ સુખસગવડભર્યું અને આનંદપ્રમોદમય કેમ બનાવી શકાય તેની વિચારણા રહેલી છે. ત્યાં કેટલાંયે દંપતી, સુખી દામ્પત્યજીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે; તો પણ જ્યાં માત્ર ભૌતિકવાદી જીવન જિવાય છે ત્યાં કષ્ટમય દિવસો ન વીતાવતાં, છૂટાછેડા લઈ પોતાનો રસ્તો પોતે કરી લઈને સુખમય દિવસો પસાર કરવા એવી વૃત્તિ વિશેષ રહેલી હોય છે. એવા સમાજમાં પણ શરીરે જ્યારે ઉપભોગને લાયક રહેતું નથી ત્યારે વખતોવખત જીવનસાથી બદલનારની સ્થિતિ કરુણ બને છે.
આપણા શાસ્ત્રકારોએ લગ્નજીવનનાં ત્રણ હેતુ બતાવ્યા છે : (૧) રતિ, (૨) પ્રજોત્પત્તિ અને (૩) ધર્મસંપત્તિ. આ ત્રણમાં પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો હેતુ ચઢિયાતો છે. કોઈકના જીવનમાં કોઈ પણ એકને, કોઈકના જીવનમાં બને અને કોઈકમાં એ ત્રણેયને સ્થાન હોઈ શકે. સામાન્ય લોકોના જીવનમાં માત્ર રતિને સ્થાન હોય છે, પ્રજોત્પત્તિ તો એની મેળે થાય તો થાય અને ધર્મસાધનાની તો એમને સ્વપ્નેય કલ્પના હોતી નથી. એમનાથી ઉચ્ચતર કક્ષાનાં દંપતીઓમાં ત્રણેય હેતુઓને સ્થાન હોય છે. પરંતુ કોઈક વિરલ ઉચ્ચતર દંપતીઓનાં જીવનમાં રતિ અને પ્રજોત્પત્તિ નહીં, પહેલેથી માત્ર ધર્મ સાધનાને જ સ્થાન હોય છે. આપણા શાસ્ત્રકારોએ પત્નીને માટે “સહધર્મચારિણી' શબ્દ પ્રયોજ્યો છે તેમાં સ્કૂલ
જીવન- વ્યવહારથી માંડીને સૂક્ષ્મતમ આધ્યાત્મિક સાધના સુધીનો અર્થ રહેલો છે.
૧૪૨ ૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org