________________
ત્યાગ, સંયમ, સહકાર, સહિષ્ણુતા ઇત્યાદિની ભાવના વિના દામ્પત્યજીવન લાંબો સમય આનંદમય રહી ન શકે. કામભોગ-રહિત દામ્પત્યજીવન પણ ઉલ્લાસમય હોઈ શકે એવું દુનિયાના બહુ ઓછા દેશના લોકોને પ્રતીત થતું હોય છે. લગ્નની પ્રથમ રાત્રિથી જ પોતાની આઠેય પત્ની સાથે દીક્ષા લેનાર જબ્રૂકુમાર અથવા એકબીજાની જાણ વિના એકથી શુકલ પક્ષની અને બીજાથી કૃષ્ણ પક્ષની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાઈ જતાં તે સાચી નિષ્ઠાથી જીવનભર નિભાવનાર વિજય શેઠ અને વિજયા શેઠાણીના ઉલ્લાસમય અને આરાધનામય દામ્પત્યજીવનની અને એવાં બીજાં કેટલાંયે દંપતીઓની વાત તો પશ્ચિમના જગતને ગળે ન ઊતરે તેવી છે.
અલબત્ત, ભારતમાં બધાંનું લગ્નજીવન બહુ સુખી હોય છે, એમ તો ન જ કહી શકાય.
ભારતમાં છૂટાછેડા જલદી લેવાતા નથી. કાયદાની દૃષ્ટિએ યુરોપઅમેરિકા જેટલું સહેલું પણ નથી, પરંતુ જો એ સરળ બને તો અને લોકનિંદાનું કારણ ઓછું થાય તો સહેજે પાંચ-પંદર ટકા એવાં દંપતીઓ હોઈ શકે કે જે છૂટાછેડા લઈને વધુ સુખી થઈ શકે. ધણી અને સાસુનો ત્રાસ, આર્થિક પરતંત્રતા, એકલાં રહેવાની હિંમતનો અભાવ, લોકનિંદાનો ડ૨, કેટલીક સામાજિક પ્રતિકૂળતાઓ - ઇત્યાદિ કારણે સ્ત્રી છૂટાછેડા લેતી નથી અને લાચારીથી જીવન પૂરું કરે છે. કેટલીક કાયમ માંદી રહેતી સ્ત્રીઓની, વિધવા બન્યા પછી તબિયત સુધરતી જાય છે તેમાં પણ આવું એક કારણ રહેલું હોય છે.
દામ્પત્યજીવનમાં પતિ-પત્ની બંનેના પક્ષે કેટલીક સહિષ્ણુતાની અપેક્ષા ૨હે છે. પતિ અને પત્ની વચ્ચે વય-ભેદ, શિક્ષણ-ભેદ, રુચિ-ભેદ, દૃષ્ટિભેદ, લક્ષ્ય-ભેદ વગેરેના કારણે મતમતાંતર અવશ્ય હોઈ શકે. એમાં પરસ્પર સહકાર, સહિષ્ણુતા અને સમભાવ હોય તો દામ્પત્યજીવન નજીવાં મતમતાન્તર હોવા છતાં સુખી અને સંવાદી બની શકે. સમગ્ર દામ્પત્યજીવન એક પણ ઉગ્ર શબ્દ વિના સુસંવાદી રહ્યા કરે અને પ્રેમમય ચાલ્યા કરે એવું તો સામાન્ય રીતે અસંભવિત ગણાયું છે.
લગ્નજીવનમાં સંઘર્ષ કે વિસંવાદ, બકરીના યુદ્ધ, ઋષિના શ્રાદ્ધ અને પ્રભાતની મેઘગર્જનાની જેમ અલ્પજીવી હોય છે :
अजायुद्धमृषिश्राद्धं प्रभाते मेघडम्बरम् । स्त्री भर्तुः कलहश्चैव चिरकालं न तिष्ठति ।
વિસંવાદનું ક્ષણિક વાદળ પસાર થઈ જાય એટલે ફરી પાછું લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન * ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org