________________
આહાર સંજ્ઞાને તોડવાનો પ્રચંડ પુરુષાર્થ કરતા હોય છે. અનશન, ઊણોદરી, રસત્યાગ વગેરે પ્રકારની તપશ્ચર્યા કરીને આહારસંજ્ઞાને તેઓ નિષ્ફળ બનાવે છે. તાવવાળા માંદા માણસને ભોજન અરુચિકર લાગે છે. કોઈ તીવ્ર આઘાત લાગે એવા સમાચાર આવતાં માણસને ખાવાનું ભાવતું નથી. આગ, ધરતીકંપ, બોમ્બમારો જેવી આપત્તિ વખતે માણસ જીવ બચાવવા ખાવાનું છોડીને ભાગે છે. આ સર્વનો આહારત્યાગ અલ્પકાલીન હોય છે, પરંતુ સાધુ મહાત્માઓ અને તપસ્વી ગૃહસ્થો સ્વેચ્છાએ, સંયમપૂર્વક, કોઈ પણ પ્રકારના આઘાત-પ્રત્યાઘાત વિના, હોંશથી, ઉલ્લાસપૂર્વક, ઉચ્ચત્તર ધ્યેયને માટે નિશ્ચિત સમય માટે આહારનો અથવા આહારના રસનો ત્યાગ કરે છે. ગમે તેટલો સ્વાદિષ્ટ આહાર નજર સામે હોય તો પણ તેઓને તે વિકારના ભાજન જેવો, અરુચિકર લાગે છે. જેઓનું લક્ષ્ય ત્યાગવૈરાગ્ય, આત્મજ્ઞાન અને પરંપરાએ કેવળજ્ઞાન, મુક્તિનું છે તેઓ સ્વાદિષ્ટ આહારથી લુબ્ધ થતા નથી.
ઊણોદરી વ્રત એ સાધુ ભગવંતોનું લગભગ કાયમનું વ્રત હોવું જોઈએ. સારા આરોગ્યની એક સાદી ચાવી છે : “પેટ ન ભરીએ ચારે ખૂણ.” પેટ ભરીને જમવાથી જેટલી રોગોની શકયતા છે તેટલી ઊણોદરી વ્રતથી નથી. પેટ દબાવીને વધારે પડતું ખાવાથી જેટલા રોગો થાય છે અને જેટલા માણસો મૃત્યુ પામે છે એટલા રોગો કે મૃત્યુ થોડુંક ઓછું ખાવાથી નથી થતાં. આરોગ્યની વાત તો ખરી જ, પણ સંયમની આરાધના માટે, ધર્મક્રિયાઓ માટે ઊણોદરી વ્રત આવશ્યક મનાયું છે. ઊણોદરી વ્રત ઉપરાંત વૃત્તિસંક્ષેપ વ્રત પણ લેવાય છે, જેમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં અમુક જ વાનગીઓ લેવાની હોય છે. રસલાલસા ન થાય એ માટે આવાં આવાં વ્રતો છે.
જૈન સાધુઓએ (“સાધુ' શબ્દમાં સાધ્વી આવી જાય છે.) સામાન્ય રીતે દિવસમાં એક વખત જ આહારપાણી લેવાં જોઈએ. દિગંબર મહાત્માઓ એક જ વખત ઊભા ઊભા આહારદાન સ્વીકારે છે. તેઓ ઠામચોવિહાર કરતા હોય છે. જે યુવાન મુનિઓ સ્વાધ્યાય વગેરે કરતા હોય, જેમનું સ્વાચ્ય બરાબર ન રહેતું હોય અથવા એક વખતના આહારથી ચાલતું ન હોય તેઓ બે વખત આહાર લે છે. સામાન્ય રીતે સાધુઓએ સવારના નવકારશીના સમયનાં ચા-પાણી, દૂધ ઇત્યાદિ પણ ન લેવાં જોઈએ. જો કે એનો ચુસ્ત આગ્રહ નથી. અલબત્ત, સાધુઓ છૂટે મોંઢે આખો દિવસ કંઈક ને કંઈક ખાતા હોય એવું તો ન જ બનવું જોઈએ. બનતું પણ
બાપુનત્ત પણ મન મોડ સે નિચે I * ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org