________________
૧૨ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे ।
- ભગવાન મહાવીર
[જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે.]
ભગવાન મહાવીર સ્વામીએ “આચારાંગસૂત્ર', “ઉત્તરાધ્યયન સૂત્ર', “દસવૈકાલિક સૂત્ર' વગેરેમાં ઠેર ઠેર નિગ્રંથ મુનિ-જૈન સાધુનાં વિવિધ પ્રકારનાં જે લક્ષણો દર્શાવ્યાં છે એમાં એમનાં ભાત પાણી-આહારની પણ વિગતે વિચારણા કરવામાં આવી છે.
સમગ્ર સંસારમાં સર્વ જીવોને આહારસંજ્ઞા અનાદિ કાળથી વળગેલી છે. જીવો પોતાની આ સંજ્ઞાને રસથી પોષે છે અને વિકસાવે છે. જગતમાં નવ્વાણુ ટકાથી વધુ મનુષ્યો પોતાની આ આહારસંજ્ઞાથી રાજી થાય છે. ભોજન માટે ઉત્સવ યોજાય છે. પાકશાસ્ત્ર એ પણ શિક્ષણનો વિષય છે અને સરસ રસોઈ, વાનગીઓ બનાવનારનું બહુમાન થાય છે. દુનિયામાં જેમ જેમ હોટેલ-રેસ્ટોરાંની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સારા રસોઈયાની માંગ વધતી જાય છે. દુનિયામાં વિભિન્ન દેશો વચ્ચે વ્યવહાર-વિનિમય જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ કેટલી બધી વાનગીઓનો આંતરરાષ્ટ્રિય પ્રચાર વધતો જાય છે !
એક બાજુ આખી દુનિયા ખોરાક-ભોજનની બાબતમાં નિપુણ બનતી જાય છે ત્યારે બીજી બાજુ દુનિયામાં અડધા ટકા કરતાં પણ ઓછા લોકો
૯૦ % સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org