________________
નથી. કહ્યું છે કે -
जा य लज्जासमावित्ती एगभत्तं च भोयणं । (સંયમાનુકૂળ જીવન માટે દિવસમાં એક વાર ભોજન હિતકારી છે.)
કહેવાય છે કે, “સપુરુષના તુચ્છ (અલ્પ) આહાર.' આહાર સંયમની આરાધના માટે છે. એક વખત જીવનની દિશા બદલાય છે, સાધના તરફ લક્ષ જાય છે, આત્મસ્વરૂપની રમણતામાં રસ પડે છે, પછી ભોજનનો રસ અનુક્રમે છૂટી જાય છે. કોઈ સાધુ મહારાજને ડાયેટિંગ કરવાની જરૂર ન હોય. કારણ કે એમનું શરીર જ એવું એકવડું હોય. હૃષ્ટપુષ્ટ, તગડા, ખાધેપીધે ખબરદાર ભોજનના રસિયા એવા સાધુ મહારાજ જૈન ધર્મમાં ન શોભે. એકંદરે એવા જોવા પણ નહિ મળે. (સિવાય કે જન્મથી એવો બાંધો હોય કે એવા પ્રકારનો રોગ થયો હોય.)
રાત્રિ દરમ્યાન એટલે કે સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય સુધી જીવનપર્યત જેઓને ભોજન અને પાણી એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય એવા જૈન સાધુ જેવા સાધુ દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. (કોઈ વ્યક્તિગત રૂપે કરે તે જુદી વાત છે.) અનેક શ્રાવકો પણ આવું વ્રત ધરાવતા હોય છે.
સાધુઓ જે ગોચરી વહોરી લાવ્યા હોય તે પોતાના વડાને બતાવ્યાં પછી જ વાપરવાની હોય છે. સાધુથી ખાનગીમાં કશું વહોરી લાવીને ખવાય નહિ. સાધુઓએ ગોચરીના બેતાલીસ પ્રકારના દોષો અને માંડલીના પાંચ પ્રકારના દોષોથી મુક્ત રહેવું જોઈએ. ૧૦ પ્રકારના ઉદ્ગમ દોષો, ૧૬ પ્રકારના ઉત્પાદના દોષો, ૧૦ પ્રકારના એષણા દોષો અને પાંચ પ્રકારના માંડલીના દોષોની વિગતે છણાવટ શ્રી મહાનિશીથસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. મુનિઓને માટે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે :
कारणं वेयण वेयावच्चे इरियाट्टए य संजमट्ठाए ।
तह पाणवत्तियाए छटुं पुण धम्मचिंताए । વેિદના, વૈયાવૃત્ય, ઇર્યાસમિતિ, સંયમ, પ્રાણવૃત્તિ અને ધર્મચિંતા એ આહાર માટેનાં છ કારણો છે.]
વેદના એટલે સુધા-વેદનીયનો ઉદય હોય અને ભૂખ સહન ન થતી હોય તો આહાર લેવો જોઈએ. સુધાને કારણે અતિશય ભૂખ્યા પેટે ગ્લાન મુનિઓની વૈયાવચ્ચ માટે શક્તિ ન રહેતી હોય, ઈર્યાસમિતિનું પાલન બરાબર ન થતું હોય, સંયમની આરાધના, સ્વાધ્યાય વગેરેમાં ચિત્ત ન
૯૨ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org