________________
જ મનોમન જાણતી હોય છે.
બાળકની જાતીય સતામણીની ઘટના આજકાલની નથી. અનાદિ કાળથી એ ચાલી આવલે છે અને ભવિષ્યમાં પણ એ રહેવાની. માણસની અતૃપ્ત કે વિકૃત કામવાસનાનો ભોગ બાળકો બનતાં રહેવાની. સારા સુશિક્ષિત, સાધનસંપન્ન માણસો પણ આવા દુરાચાર તરફ ઘસડાય છે. ફરજિયાત અપરિણીત રહેલા એવા કુશીલ સાધુબાવાઓ, ભિખ્ખુઓ, પાદરીઓ વગેરે પણ આવો લાગ શોધતા રહે છે. સજાતીય દુરુપયોગમાં જોખમ ઓછું રહેલું છે એમ તેમને લાગે છે. વારંવાર હળવામળવાને કા૨ણે અને ધર્મસ્થાનકોના એકાન્તને કારણે આવા કિસ્સા વધુ બને છે. સમાજમાં પૂજ્ય કે પ્રતિષ્ઠિત ગૃહસ્થ વ્યક્તિ પણ મદમાં, નશામાં આવી ગઈ, ઉત્તેજિત કામવાસનાને વશ થઈ અકૃત્ય ક્યારે કરી બેસે તે કહેવાય નહિ. આપણા દેશમાં આવા ગુનેગારો સામે અદાલતી કાર્યવાહી એકંદરે સામાન્ય રીતે થતી નથી. ઘટના ઓછી જાહેર થાય, ધર્મ ન વગોવાય અને ચકચાર ન ફેલાય એ માટે સાચી કે ખોટી રીતે સમાજહિતચિંતકો પ્રવૃત્ત બને છે. પરંતુ વિદેશોમાં આવી ઘટના જો બને અને જાહેરમાં આવે તો તરત અદાલતી કાર્યવાહી થાય છે. ગુનો સાબિત થતાં વાત વર્તમાનપત્રોમાં, સામયિક વગેરેમાં છપાય છે અને અદાલત ગુનેગારોને સજા પણ કરે છે. અમેરિકાના Department of Social Services તરફથી પ્રતિવર્ષ દરેક રાજ્યના આવા આંકડાઓ પ્રકાશિત કરવામાં આવે છે. કુમળી વયનાં બાળકોનો જાતીય દુરુપયોગ કરવાના ત્યાં સેંકડો કિસ્સાઓ બને છે અને ત્યાં ન્યાય સુયોગ્ય, ઝડપી અને વ્યવસ્થિત હોવાથી સજા થાય છે. સેંકડો મોટી ઉંમરના પુરુષો જેમાંના કેટલાક પાદરીઓ છે તેઓ આવા ગુના બદલ જેલમાં સજા ભોગવે છે.
આપણે ત્યાં અને અન્યત્ર પણ વિકૃત માનસ ધરાવતા પુરુષો, વિશેષત: નોકર-ચાકરો ઘરની બેપાંચ વર્ષની બાળકી સાથે જાતીય અડપલાં કરે છે. એના કુસંસ્કાર બાળક ઉપર ઘણા વખત સુધી, ક્યારેક તો જીવનભર રહે છે. એવી ઘટનાઓ જાહેરમાં બહુ આવતી નથી. પણ માતાપિતા અને સ્વજનો નાની બાળકીઓની વ્યવસ્થિત સંભાળ લે તો એવું ઓછું બને. માણસોએ યુવાન નોકરોનો વધુ પડતો વિશ્વાસ ન કરવો જોઈએ.
કન્યાશાળાઓમાં કામ કરતા શિક્ષકો દ્વારા બાળકન્યાઓની જાતીય સતામણીના કિસ્સા પણ વારંવાર બને છે. એ ક્ષેત્રે જ એવું છે કે ક્યારેક આવી ઘટનાઓ બનતી રહેવાની. કેટલીક પ્રકાશમાં આવે છે, કેટલીક બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર * ૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org