________________
કેટલાક દાક્તરો પોતાની વિદ્યાનો દુરુપયોગ કરે છે. આવા બનાવો પાશ્ચાત્ય જગતમાં વધુ બને છે. વીમાયોજના હેઠળ દર્દીઓને મફત સારવાર આપવાની હોય છે, જેમાં વળતર કશું ન હોય અને દર્દી પજવતો હોય ત્યારે દાક્તર આવું કૃત્ય કરી બેસે છે. ક્યારેક દાક્તરની વિકૃત મનોદશા પણ એવી બની જાય છે.
દાક્તરનો વ્યવસાય અન્ય વ્યવસાય કરતાં ચડિયાતો છે. એમાં સેવા અને આજીવિકા બંને રહેલાં છે. સંસારનાં શારીરિક અને માનસિક દુ:ખો દાક્તરો દ્વારા નિરંતર દૂર થાય છે. પૃથ્વી ઉપર એક દિવસ એવો પસાર નથી થયો કે જ્યારે કોઈકને અને કોઈકને પોતાના દર્દના નિવારણ માટે વિદ-દાક્તર પાસે જવું ન પડ્યું હોય. વૈદ-દાક્તરોનો એ રીતે જગત પર ઘણો મોટો ઉપકાર છે. તો પણ દાક્તરની આદર્શ ભાવના તો એ રહેવી જોઈએ કે કોઈ પણ માણસ માંદો ન પડે. રોગચાળો ફાટી નીકળે અને દાક્તર રાજી થાય કે હવે ઘણા દર્દી મળશે અને સારી કમાણી થશે એવું બનવું જોઈએ નહિ. વળી દવાઓનું ધ્યેય તો રોગને નિર્મળ કરવાનું છે. ધારો કે કોઈ રોગ દુનિયામાંથી સંદતર નીકળી ગયો તો પછી એ દવાની કશી જ કિંમત ન રહે. પણ એ જ એનું ધ્યેય છે. એટલે જ કોઈકે કહ્યું છે કે : Medicine is the only profession that labors incessantly to destroy the reason for its own existence.
દાક્તરી સેવાના ક્ષેત્રે નિઃસ્વાર્થપણે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા કેટલા બધા દાક્તરોનાં નામ વખતોવખત ચમકે છે. ડૉ. આલ્બર્ટ સ્વાઇન્ઝરનું નામ મશહૂર છે. વર્તમાન ગુજરાતનો જ વિચાર કરીએ તો ડૉ. શિવાનંદ અધ્વર્યું, ડૉ. રમણીકલાલ દોશી, ડૉ. મેઘાવ્રત, ડૉ. નવનીતલાલ ફોજદાર, ડો. સુરેશ સોની, ડૉ. પ્રવીણ મહેતા, ડૉ. કીર્તિભાઈ ઇત્યાદિએ હજારો ગરીબ દર્દીઓની મફત સેવા કેટલી બધી કરી છે. ગુજરાતમાં બીજા આવા કેટલાયે દાક્તરો હશે કે જેમણે પોતાના નામને ઉજ્જવળ બનાવ્યું છે. ભારતમાં અન્ય રાજ્યોમાં પણ કેટલા બધા સેવાભાવી દાક્તરોનાં નામ ગૌરવ સાથે સાંભળવા મળે છે.
ઠેઠ પ્રાચીન કાળથી ભારતમાં ચરક, સુશ્રુત, વાલ્મટ વગેરેએ અને પાશ્ચાત્ય દેશોમાં હિપોક્રિટિસે (Hippocrates) દાક્તરો માટે ઘણો ઊંચો આદર્શ મુક્યો છે. દુનિયામાં, વિશેષત: પાશ્ચાત્ય દેશોમાં દાક્તરી વિદ્યામાં પાસ થયા પછી જે સોગંદ લેવાય છે તેને Hippocratic Oath કહેવાય છે. જે દાક્તરો ચરક, સુશ્રુત અને હિપોઝિટિસની ભાવનાનુસાર પોતાનું
દાક્તર, તમે સાજા થાવ ! = ૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org