________________
દ્વારા આ અનૈતિક, હિંસક પાપ પ્રવૃત્તિને પોષણ મળે છે એ બહુ ખેદની વાત છે. દુનિયાભરમાં અને વિશેષત: ભારતમાં કેટલાયે દાક્તરો એ દ્વારા ભારે કમાણી કરી લે છે ! કેટલાક જૈન દાક્તરો જ્યારે આવા વ્યવસાયને અપનાવી લે છે ત્યારે તે વધુ શોચનીય બને છે.
ભારતમાં અને અન્ય દેશોમાં કેટલાક દાક્તરો શરીરનાં અંગાંગો કાઢી લેવાના ગેરકાયદે વ્યવસાયમાં જોડાય છે. અજાણ્યા ગરીબ દર્દીઓને ખબર પણ ન પડે એ રીતે એમની કિડની કાઢી લેવામાં આવે છે. કિડની માટે ઘણી મોટી રકમ મળે છે. ક્યારેક ગરીબ દર્દીની સંમતિથી એને રકમ આપી એની લાચારીનો લાભ ઉઠાવી એની કિડની કાઢી લેવામાં આવે છે. આવાં કેટલાંક તરકટો પકડાય પણ છે અને દાક્તરોને સજા પણ થાય છે. દાક્તરી વ્યવસાયમાં જોડાયા પછી આવાં કાર્યો કરનાર દાક્તરનું ચિત્ત સ્વસ્થ નહિ પણ રોગિષ્ઠ ગણાય.
વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનરીતિને કારણે માનસિક રોગોનું પ્રમાણ અને વૈવિધ્ય વધતું જાય છે. તનાવયુક્ત પરિસ્થિતિ ઉપરાંત ભારે દવાઓના વપરાશને કારણે પણ માનસિક રોગો વધ્યા છે. એ શિયા, આફ્રિકા કરતાં પાશ્ચાત્ય દેશોમાં આવા દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને માનસચિકિત્સકોની સંખ્યા પણ વધતી જાય છે. માનસિક રોગના દર્દીઓની સારવારમાં અને અંગત જીવનનો ઇતિહાસ જાણવો જરૂરી છે અને બે પાંચ કે વધુ બેઠકો કરીને દાક્તર દર્દી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી વાત કઢાવે છે. આવી બેઠકો વખતે ત્રીજી કોઈ વ્યક્તિને હાજર રાખવામાં આવતી નથી. એને લીધે યુવાન, દેખાવડી મહિલા દર્દી સાથે દાક્તરો આશ્વાસન આપવાના નિમિત્તે શારીરિક છૂટ લેતા થઈ જાય છે. વિદેશોમાં આવા અનેક કિસ્સાઓ બને છે અને અવારનવાર છાપાંઓમાં આવે છે. સ્ત્રીપુરુષનું એકાંતમાં સાહચર્ય, દર્દી અને દાક્તરના રૂપમાં હોય તો પણ તેનાં માઠાં પરિણામ આવી શકે છે.
જો માંદગી લંબાય તો દર્દીને દાક્તરને ત્યાં વારંવાર જવાનો અથવા દાક્તરને પોતાને ત્યાં બોલાવવાનો કંટાળો આવે છે. લાંબી બીમારીથી કંટાળીને દર્દીએ આપઘાત કર્યો હોય એવા દાખલા વખતોવખત બનતા રહે છે. પરંતુ દર્દીઓથી કંટાળીને દાક્તરે આપઘાત કર્યો હોય એવા કિસ્સા પણ ક્યારેક બને છે. વળી દાક્તરે દર્દીને મૃત્યુને શરણ ધકેલી દીધો હોય એવા બનાવ પણ ક્યારેક બને છે. આ કોઈ કલ્પના નથી. સાચી બનેલી ઘટનાઓ છે. અમેરિકામાં એક પકડાયેલા દાક્તરને સજા પણ થઈ છે.
૨૫૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org