SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી-પુરુષોને નગ્ન કરીને તપાસવાનું અગાઉના સમય કરતાં વર્તમાન સમયમાં વધતું રહ્યું છે. તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ એ માત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે અને સારું પણ છે. એવું કાર્ય હવે દર્દી અને દાક્તર એમ ઉભય પક્ષે સહજ, સ્વાભાવિક અને લજ્જા-સંકોચ રહિત બન્યું છે. આમ છતાં કુમારિકા અને નાની યુવતીઓ માટે એ ક્ષોભનો પ્રસંગ બને એ શક્ય છે. આવા પ્રસંગે કોઈક દાક્તરોમાં - વિશેષત: યુવાન દાક્તરોના ચિત્તમાં કામુકતા ડોકિયું ન કરી જાય એવું નથી. એવા કિસ્સા જવલ્લે જ બને, પણ બને તો છે જ એ વાત તો દાક્તરો પણ સ્વીકારશે. કેટલીક સ્ત્રીઓ પણ એવા આશયથી વારંવાર દાક્તર પાસે દોડી જતી હોય છે. દાક્તરોની અંગત ખાનગી મંડળીઓમાં વિશ્વાસથી એકબીજાની આગળ આવી વાતો થતી પણ હોય છે. દાક્તરદર્દીના આવા સંબંધો વધે ત્યારે દાક્તરે પોતાની જાતને સાવધ અને સ્વસ્થ કરી લેવી જોઈએ. દાક્તરના દર્દી સાથે જ સંબંધ થાય છે એવું નથી, નર્સ-સિસ્ટરો સાથે પણ એવા સંબંધો થાય છે. રાતની ફરજ એકાંત, બંધ બારણે બેસવાની સગવડ વગેરે નિમિત્તો ચિત્તને ચલિત કરનારાં નીવડે છે. રોજેરોજ સતત નગ્ન દર્દીઓને તપાસવાને કારણે દાક્તરોની માનસિક સમતુલા પણ ખોરવાય છે. કેટલાક દાક્તરોને નગ્નતા પ્રત્યે ચીડ, અભાવ થઈ જાય છે. એક દાક્તરને ઘર માટે સરસ ચિત્ર પસંદ કરવું હતું. એક આર્ટ ગેલેરીમાં ખરીદવા જાય છે, ત્યારે વેચનાર દાક્તરના કાનમાં કહે છે, “Are you interested in nude ?' દાક્તરે ચીડાઈને કહ્યું, “What? I am fed up of nude. I am a Gynec.' સતત અશુચિમય નગ્નતાની તપાસ કરતા રહેવાને કારણે કેટલાક દાક્તરોને નિર્વેદ આવી જાય છે અને પોતાના જાતીય જીવનમાંથી રસ ઊડી જાય છે. કોઈક વાર આવા દાક્તરોનું વર્તન અસ્વાભાવિક બની જાય છે. પાશ્ચાતય દેશોનો એક સાચો કિસ્સો છાપામાં વાંચ્યો હતો કે રોજરોજ નગ્ન દર્દીઓને તપાસવાને કારણે નગ્નતા દાક્તરના પોતાના જીવનમાં દિગંબર મુનિની જેમ, સ્વાભાવિક બની ગઈ હતી. બાથરૂમમાંથી નાહીને બહાર નીકળે તો કપડાં પહેર્યા વગર જ નીકળે, ઘરમાં યુવાન દીકરા-દીકરી હતાં પણ દાક્તરને સંકોચ થાય નહિ, પરિવાજનોની ફરિયાદને દાક્તર ગણકારતા નહિ. - દુનિયામાં ગર્ભપાતનું દૂષણ અતિશય વધતું જાય છે. સામાજિક કે આરોગ્યની દૃષ્ટિએ કોઈક કિસ્સાઓમાં એનું સમર્થન કરી શકાય એમ હોય તો પણ એમાં પંચેન્દ્રિય જીવની હત્યા રહેલી છે એ નિ:સંશય છે. દાક્તરો દાક્તર, તમે સાજા થાવ ! = ૨૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy