________________
તબીબી કર્તવ્ય બજાવે છે તેઓ તો ભારે અનુમોદના કરવા યોગ્ય છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં સુયોગ્ય ઔષધોપચાર હજારો વર્ષથી થતો આવ્યો છે. વૈદ- દાક્તરનો આદર્શ પણ એમાં ઘમો ઊંચો બતાવાયો છે. ચરકસંહિતામાં કહ્યું છે :
श्रुते पर्यवदानत्वं बहुशोदृष्टकर्मता ।
दाक्ष्यं शौचमिति ज्ञेयं वैद्यो गुणचतुष्टयम् । વૈદ્યમાં આ ચાર ગુણ હોય છે : (૧) દવાના શાસ્ત્રના સારા જાણકાર, (૨) વિવિધ પ્રકારનાં કાર્યોના (રોગ તથા દવાઓના) અનુભવી, (૩) દક્ષતાવાળા અને (૪) પવિત્ર આચરણવાળા.
મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના દાક્તરોમાં હોવી જોઈએ તે વિશે કહ્યું છે :
__ मैत्रीकारुण्यमार्तेषु शक्ये प्रीतिरपेक्षणम् ।
प्रकतिस्थेषु भूतेषु वैद्यवृत्तिश्चतुर्विद्या । [ ચાર પ્રકારની ભાવના વૈદોમાં હોવી જોઈએ. દર્દીઓ પ્રત્યે મૈત્રી, દર્દથી પીડાતા પ્રત્યે કારુણ્ય, સાજા થવાની શક્યતાવાળા દર્દીઓ પ્રત્યે પ્રીતિ અથવા પ્રમોદ એટલે કે પ્રેમપૂર્વકનો વર્તાવ અને જીવનના અંત તરફ જોઈ રહેલા (બચવાની આશા ન હોય તેવા દર્દીઓ) પ્રત્યે ઉપેક્ષાભાવ અર્થાત્ સ્વસ્થતા. ] દાક્તરનો આદર્શ બતાવતાં કહેવાયું છે કે :
गुरोरधीताखिलवैद्यविद्यः पीयूषपाणिः कुशलक्रियासु । गतस्पृहो धैर्य-धर; कृपालु
शुद्धोऽधिकारी भिषगादश: स्यात् ।। [ જેઓએ પોતાના ગુરુ પાસે સમગ્ર વૈદકશાસ્ત્રનું અધ્યયન કર્યું છે, જેમના હાથમાં પીયુષ (અમૃત) છે, જેઓ ક્રિયાકુશળ છે, પૃહા (ધનની લાલસા)થી રહિત છે, પૈર્યવાન છે, કૃપાળુ છે તથા શુદ્ધ છે એવા વૈદ્ય આ વ્યવસાયના અધિકારી મનાય છે. ]
વેદ, દાક્તરને “પીયુષપાણિ' તરીકે અહીં ઓળખાવ્યા છે. આ ઘણો ઊંચો આદર્શ છે. પીયૂષ અર્થાત્ અમૃત જેમના હાથમાં છે એટલે કે મરતા માણસને જીવાડવાની જેમનામાં શક્તિ અને ભાવના છે તે શ્રેષ્ઠ દાક્તર કહેવાય. તે જ સાચા “પીયૂષપાણિ' દાક્તર છે.
૨૫ક ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org