________________
વૈદ, હકીમ, દાક્તર વિશે અહીં તો માત્ર થોડીક વાતનો નિર્દેશ છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી હજુ ઘમા મુદ્દાઓની છણાવટ થઈ શકે. દાક્તરોના બચાવમાં અને દાક્તરોની વિરુદ્ધમાં ઘણાને ઘણું કહેવાનું હોઈ શકે. દાક્તરોને દર્દીઓના કડવા અનુભવો થતા હોય છે અને દર્દીઓને દાક્તરના કડવા અનુભવો થાય છે. બીજી બાજુ બંનેને સારા અનુભવો પણ થાય છે. આમ વ્યક્તિગત અનુભવ ઉભય પક્ષે સારામાઠા હોવાના.
દાક્તરોની અનિવાર્યતા સંસારમાં હંમેશાં રહેવાની અને રોગીઓને દાક્તરની ગરજ પણ રહેવાની. તેમ છતાં આ વ્યવસાયમાં જે શુભ તત્ત્વ છે તેમ જળવાઈ અને શુભતર બનતું રહે એ જ આ લખવા પાછળનો આશય છે.
(સાંપ્રત સહચિંતન-૧૩)
દાક્તર, તમે સાજા થાવ ! ર૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org