________________
મંગલ વાતાવરણમાં સંગીત સાથે લગ્નવિધિ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે સૌ કોઈ ધ્યાનથી એ લગ્નવિધિ જોતા-સાંભળતા હતા. એક પવિત્ર વાતાવરણ અનુભવાતું હતું. વરપક્ષ પણ સુખી અને સંપન્ન હતો. છતાં બંને પક્ષે સાથે મળીને, ખાસ તો વર અને કન્યાએ દૃઢ નિર્ણય કરીને આ રીતે લગ્નવિધિ યોજવાનું નિર્ધાર્યું હતું. ચાંલ્લો, ભેટ, પગે લાગ્યાનાં કવર, પહેરામણી વગેરે ન લેવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો. એક નવો ચીલો પાડવા માટે વરકન્યા અને તેમનાં માતા-પિતા અભિનંદનના અધિકારી બન્યાં હતાં.
જૂનાં ચીલાચાલુ લગ્નની વાત કરીએ તો થોડા સમય પહેલાં બીજા એક શ્રીમંતને ત્યાં લગ્નપ્રસંગે અમે ગયાં હતાં જ્યાં લગ્નમંડપ માટે ઘણી વિશાળ જગ્યા રાખવામાં આવી હતી. ઠેર ઠેર સુશોભનો હતાં. રંગબેરંગી લાઈટો કરવામાં આવી હતી. સત્કાર-સમારંભ માટેના મંચની જગ્યા તે કોઈ રજવાડી મહેલ જેવું દૃશ્ય બનાવ્યું હતું. કલાકો સુધી સતત વિડિયો ફિલ્મ ઊતરતી હતી. છ સાત ફોટોગ્રાફરો ફોટાઓ લીધે જ રાખતા હતા. ભાતભાતની વાનગીઓ જમવામાં હતી. જાણે કોઈ મોટો મેળો ભરાયો હોય એવું દૃશ્ય લાગતું હતું. જમવામાં સંસ્કારી ધક્કાધકીનો પાર નહોતો. બધું મળીને બે-ત્રણ કરોડ રૂપિયા ખર્ચાયા હશે એવી વાત સાંભળવા મળતી હતી. લોકોને યાદ રહી જાય એવી રીતે લગ્ન કરવાની એમની મહત્ત્વાકાંક્ષા પાર પડી હતી. પરંતુ એકાદ વર્ષમાં જ એ બે ધનાઢ્ય વેવાઈઓ વચ્ચે એવું અંતર પડી ગયું કે વરકન્યાને તેઓએ છૂટાછેડા લેવડાવ્યા.
- આજકાલ મોટાં શહેરોનાં શ્રીમંતોમાં લગ્નપ્રસંગે ધનનું વરવું પ્રદર્શન કરવાની એવી ચડસાચડસી વધતી ચાલી છે કે કોઈએ કર્યું ન હોય એવું પોતાને ત્યાં થવું જોઈએ. લગ્નની વાડીમાં આલીશાન રાજમહેલ, કિલ્લો, મંદિર જેવી વિશાળ રચના ફિલ્મી દુનિયાના કોન્ટ્રાક્ટરો પાસે કરાવવામાં આવે છે. એક મિત્રના મજાકમાં કહેવા પ્રમાણે રાણી એલિઝાબેથ જો સંમતિ આપે તો એક ધનપતિની મહેચ્છા પોતાની પુત્રીના લગ્નપ્રસંગે બકિંગહામ પેલેસ જેવી રચના કરવાની અને ચાર્ટર વિમાન દ્વારા લંડનથી પેલેસના ગાડર્સને બોલાવવાની છે.
લગ્નપ્રસંગે ખાદ્ય વાનગીઓનું વૈવિધ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. વાર્તામાં આવતી બત્રીસ પકવાનની વાતો હવે વાસ્તવિક બનવા તરફ છે. શ્રીમંતોના અહંકારને પોષવા કેટરર્સ નવી વાનગીઓ બનાવવા લાગ્યા છે. થોડા વખતમાં મરચાંની બરફી, રીંગણાની બાસુંદી, કારેલાંનો આઈસક્રીમ,
૧૩૨ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org